વડોદરા : ચોમાસામાં મુખ્ય રસ્તા પર રોડા છારુ નાખવાના મુદ્દે વિવાદ
વડોદરા,તા.23 જુલાઈ 2022,શનિવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન જ્યાં કાદવ કિચડ થઈ જતો હોય ત્યાં લોકોની સુવિધા માટે રોડાછારુ નાખવામાં આવતું હોય છે તે મુદ્દે ગઈકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સભ્યોએ ટીપી રસ્તા હોય ત્યાં કોર્પોરેટરોના કોટામાંથી રોડા છારુ નાખવાના સૂચનો લેવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કર્યો હતો.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર વર્ષે ચોમાસા દરમિયાન રોડાછારુ નાખવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આ કોન્ટ્રાક્ટમાં નિયમ મુજબ કોર્પોરેટરોના સૂચનથી જે તે સોસાયટી કે અન્ય નાના રસ્તા હોય તેમાં રૂડાચારો નાખવામાં આવતું હોય છે અને જ્યારે મુખ્ય રસ્તાઓ જેને ટીપી રોડ તરીકે ઓળખાય છે તેવા રસ્તા પર કોર્પોરેશન પોતે સ્વભંડોળમાંથી ખર્ચ કરીને રૂડાછારું નાખવાનું હોય છે.આ રોડા શરૂમાં અનેક વખત કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતને કારણે કૌભાંડ પણ આચરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે ત્યારે હવે મુખ્ય રસ્તા ઉપર પણ કોર્પોરેટરના કોટામાંથી તેઓનું સૂચન લઈને રોડાછારુ નાખવા અંગે ની કાર્યવાહી કેટલાક એન્જિનિયરોએ શરૂ કરી હતી જેથી ગઈકાલે મળેલી સ્થાયી સમિતિમાં સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.સ્થાયી સમિતિના કેટલાક સભ્યોએ જણાવ્યું હતું કે રોડાછારુ અંગે ચોક્કસ નિયમ બનાવવાની જરૂર છે અને મુખ્ય રસ્તા ઉપર તો કોર્પોરેશનને પોતે જ સ્વભંડોળમાંથી રૂડાચારુ નાખવાનો ખર્ચ કરવાનો હોય છે તેમ છતાં કેટલાક એન્જિનિયરો કોર્પોરેટરોના કોટા માંથી ખર્ચ કરવા અંગેના સૂચનો માંગે છે તે અયોગ્ય છે.આ બાબતને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે મુખ્ય રસ્તા ઉપર રોડા છારુ નાખવા અંગે પરિપત્ર બહાર પાડી એન્જિનિયરોને જરૂરી સૂચના આપવા ખાતરી આપી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.