પોતપોતાનાં ઘરમાં તિરંગો ફરકાવજોઃ PM-મોદીની નાગરિકોને અપીલ
તા.૨૨: આવતી ૧૫ ઓગસ્ટે ભારત દેશ તેની આઝાદીનો ૭૫મો વાર્ષિક દિન - સ્વાતંત્ર્યદિવસ ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશનાં લોકોને આજે અપીલ કરી છે કે તેઓ આવતી ૧૩-૧૫ ઓગસ્ટ વચ્ચેના દિવસોએ પોતપોતાનાં ઘરમાં રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને કે દર્શાવીને ‘હર ઘર તિરંગા' ઝુંબેશને મજબૂત બનાવે.
પીએમ મોદીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ ઝુંબેશ આપણને તિરંગા સાથે વધારે ગાઢ બનાવશે. આ વર્ષે આપણે આઝાદીનો અમળત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ તો ચાલો આપણે હર ઘર તિરંગા ઝુંબેશને વધારે મજબૂત બનાવીએ. ૧૩મી અને ૧૫મી ઓગસ્ટની વચ્ચે સહુ પોતપોતાનાં ઘરમાં તિરંગો ફરકાવે અથવા દર્શાવે. મોદીએ એ વાતની નોંધ લીધી છે કે ૧૯૪૭ની ૨૨ જુલાઈના જ દિવસે ભારત દેશે રાષ્ટ્રધ્વજ અપનાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.