ચિંતાજનક! ભારતનું તાપમાન આ સદીના અંત સુધીમાં 4.4 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા - At This Time

ચિંતાજનક! ભારતનું તાપમાન આ સદીના અંત સુધીમાં 4.4 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા


-  ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં ઉનાળાની ગરમીને કરાણે ચોમાસાના વરસાદમાં ઘટાડો નોંધાયો છે-  ભારતમાં વર્ષ 2100 સુધીમાં ઉનાળામાં હીટ વેવનું જોખમ ત્રણથી ચાર ગણું વધી જશે: IFPRIનવી દિલ્હી, તા. 22 જુલાઈ 2022, શુક્રવારએક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ સદીના અંત સુધીમાં ભારતમાં સરેરાશ તાપમાન 2.4 ડિગ્રીથી વધીને 4.4 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. વર્ષ 2100 સુધીમાં ઉનાળામાં હીટ વેવનું જોખમ ત્રણથી ચાર ગણું વધી જશે. ઈન્ડિયન ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IFPRI)ના આ રિપોર્ટમાં દક્ષિણ એશિયાને ક્લાઈમેટ ચેન્જનું હોટસ્પોટ ગણાવતા કહેવામાં આવ્યું છે કે, આ કારણે હવામાન સંબંધિત ખતરનાક ફેરફારો જોવા મળશે. સાથે જ હવામાનનો આ ફેરફાર અનાજના ઉત્પાદન પર નકારાત્મક અસર કરી શકે છે.એક અહેવાલના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, સદીના અંત સુધીમાં સમગ્ર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં વાર્ષિક સરેરાશ તાપમાનમાં 1.2 થી 4.3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે. છેલ્લી કેટલીક સદીઓથી દક્ષિણ એશિયામાં તાપમાન મોટા પાયે સતત વધી રહ્યું છે અને ભવિષ્યમાં તે અટકે તેવી અપેક્ષા નથી. અહેવાલ મુજબ, ભારે ગરમી, લાંબા સમય સુધી દુષ્કાળ અને પૂર જેવી આત્યંતિક ઘટનાઓ હવે વારંવાર અને વધુ તીવ્રતા સાથે બની રહી છે. 1980ના દાયકાથી દક્ષિણ એશિયામાં નીચા અને ઉચ્ચ હવામાનશાસ્ત્રની ચરમસીમાઓ વધુ ખરાબ થઈ છે. ઉનળાના દિવસો વધી ગયા છે અને વરસાદ વધુ જોખમી બન્યો છે.જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં ઉનાળાની ગરમીને કરાણે ચોમાસાના વરસાદમાં ઘટાડો નોંધાયો છે. સૌથી વધારે ઘટાડો ભારતમાં ગંગાના કિનારે આવેલા વિસ્તારોમાં જોવા મળ્યો છે. 1950ના દાયકાથી દુષ્કાળની સંખ્યામાં વધારો થયો છે અને તેનો વ્યાપ પણ વધ્યો છે. બીજી તરફ, નાના વિસ્તારોમાં અચાનક ભારે વરસાદની ઘટનાઓને કારણે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓમાં પૂરનું જોખમ વધી ગયું છે. ચોમાસા બાદ ખતરનાક ચક્રવાતી તોફાનોની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે જ્યારે ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રોમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની સંખ્યામાં ઘટાડો થયો છે. IFPRIના ડિરેક્ટર (પર્યાવરણ અને ઉત્પાદન તકનીક) ચેનિંગ આર્ન્ડટ કહેવું છે કે, આગામી 30 વર્ષોમાં વિશ્વમાં અનાજ ઉત્પાદનનો દર જાળવી રાખવો એ એક મોટો પડકાર હશે કારણ કે વધતા તાપમાન સાથે જમીનની સરેરાશ ઉત્પાદકતામાં પણ ઘટાડો નોંધાયો છે. IFPRIના સાઉથ એશિયાના નિર્દેશક શહીદુર રશીદે કહ્યું હતું કે, કોરોના મહામારીના કારણે આ ખતરામાં પણ વધારો જોવા મળ્યો છે. આબોહવા આવેલા ઝડપી પરિવર્તન અને પર્યાપ્ત ભંડોળનો અભાવના કારણે વિસ્તારમાં 2030 સુધીમાં ભૂખમરાને ડામવા માટે લક્ષ્યાંકને પૂર્ણ કરવાનું ખૂબ મુશ્કેલ બનશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.