CBSE 12th પરિણામ જાહેર, આ રીતે કરો ચેક, નહીં આવે મેરિટ લિસ્ટ
- માત્ર સૌથી વધારે ગુણ મેળવનારા 0.1 ટકા વિદ્યાર્થીઓને યોગ્યતા પ્રમાણપત્ર આપવામાં આવશેનવી દિલ્હી, તા. 22 જુલાઈ 2022, શુક્રવારકેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસઆઈ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ-12નું પરિણામ results.cbse.nic.in, cbse.gov.in પર ઓનલાઈન ચેક કરી શકાશે. આ સાથે જ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ડિજિલોકર પર પણ ચેક કરી શકશે. સીબીએસઈ ધોરણ-12નું પરિણામ હાલ પરીક્ષા સંગમ પર અપલોડ કરવામાં આવ્યું છે. આ વર્ષે 92.71 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ગત વર્ષે 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. મેરિટ લિસ્ટ જાહેર નહીં થાયખાસ વાત એ છે કે, સીબીએસઈ બોર્ડ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર નહીં કરવામાં આવે. માત્ર સૌથી વધારે ગુણ મેળવનારા 0.1 ટકા વિદ્યાર્થીઓને યોગ્યતા પ્રમાણપત્ર આપવામાં આવશે. આ રીતે ચેક કરો પરિણામ- CBSEની સત્તાવાર વેબસાઈટ cbseresults.nic.in પર જાઓ. - હોમપેજ પર Result લિંક પર ક્લિક કરો. - એક નવું પેજ ખુલશે. ત્યાં જરૂરી નોંધ ભરો. - તમારૂં CBSE Class 12th Result 2022 સ્ક્રીન પર જોવા મળશે.- CBSE Class 12th Result 2022 ચેક કરીને તેને સેવ કરો. - અતંમાં તેની એક પ્રિન્ટ કઢાવી લો. 92.71 ટકા વિદ્યાર્થીઓ થયા પાસસીબીએસઈ ધોરણ-12માં આ વર્ષે પાસિંગ રેશિયો 92.71 ટકા આવ્યો છે. જ્યારે ગત વર્ષે 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ રીતે તૈયાર થયું છે પરિણામટર્મ-1ની પરીક્ષાના 30 ટકા અને ટર્મ-2ની પરીક્ષાના 70 ટકા ગુણ ભેગા કરીને ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પ્રેક્ટિકલના ગુણનું મૂલ્ય બંને ટર્મમાં સમાન લેવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.