રેલવેએ રૂ. ૩૩૦નો દંડ કર્યો હતો, હવે પેસેન્જરને ૫૦ હજાર ચૂકવશે - At This Time

રેલવેએ રૂ. ૩૩૦નો દંડ કર્યો હતો, હવે પેસેન્જરને ૫૦ હજાર ચૂકવશે


રેલવેએ ૧૩ વર્ષ પહેલાં એક પેસેન્જર પાસેથી ૩૩૦નો દંડ વસૂલ્યો હતો. એ કેસમાં કન્ઝ્યૂમર પ્રોટેક્શન કાઉન્સિલે રેલવેને ૫૦ હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.૨૦૦૯માં મહેશ નામના એક પેસેન્જરે અમદાવાદથી જોધપુરની ટિકિટ બુક કરાવી હતી. એ ટિકિટના રિઝર્વેશનના ફોર્મમાં વિગતો બરાબર ભરાઈ હોવા છતાં રેલવે કર્મચારીએ ભૂલથી તેને મહિલા દર્શાવીને ટિકિટ બનાવી હતી. તેની માતા અને બહેન સાથેની ટિકિટમાં એને પણ મહિલા દર્શાવ્યા હોવાના મુદ્દે તેણે રેલવે કર્મચારીને સુધારી દેવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ રેલવે કર્મચારીએ એની વાત કાને ધરી ન હતી.જોધપુર રેલવે સ્ટેશને આ પેસેન્જર ઉતર્યો ત્યારે ત્યાંના અધિકારીએ ટિકિટમાં મહિલા લખ્યું હોવાના મુદ્દે દંડ વસૂલ્યો હતો. પેસેન્જરે દલીલો કરી તો પોલીસ ફરિયાદની ધમકી આપી હતી. તેની ટિકિટ જ રદ્ ગણીને તેની મુસાફરીને ટિકિટ વગરની ગણીને કુલ ૩૩૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.એ કેસ ગ્રાહક સુરક્ષા પંચ પાસે પહોંચ્યો હતો. રેલવેના જોધપુરના ડીઆરએમે આના માટે મુસાફરને જ જવાબદાર ગણાવીને જવાબ રજૂ કર્યો. બંને પક્ષને સાંભળ્યા બાદ આયોગના અધ્યક્ષ અને સદસ્યોએ રેલવેના ચેકિંગ અધિકારીના વલણની ટીકા કરી હતી અને પેસેન્જરને ૫૦ હજાર રૂપિયા ચૂકવવાનો રેલવેને આદેશ આપ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.