વડોદરા: વિશ્વામિત્રીમાં 29 કલાકમાં પાણીની સપાટી છ ફૂટ ઘટી - At This Time

વડોદરા: વિશ્વામિત્રીમાં 29 કલાકમાં પાણીની સપાટી છ ફૂટ ઘટી


- આજવા સરોવરમાંથી પણ લેવલ ઓછું થઈ રહ્યું છે- સંભવિત પૂરની પરિસ્થિતિ ટળી વડોદરા,તા. 21 જુલાઈ 2022,ગુરૂવારવડોદરાના આજવા સરોવર અને વિશ્વામિત્રીના ઉપરવાસમાં તેમજ વડોદરા શહેરમાં મેઘરાજાએ વિરામ પાડતા પૂરનો જે ખતરો ઉભો થયો હતો તે હાલ ટળી ગયો છે, કેમકે આજવા અને વિશ્વામિત્રીમાં પાણીની સપાટી ઘટી રહી છે. છેલ્લા 29 કલાકમાં વિશ્વામિત્રીમાં સપાટી છ ફૂટ ઘટી છે. જ્યારે આજવા સરોવરમાં 20 નું લેવલ ઘટ્યું છે. ગઈકાલે સવારે વિશ્વામિત્રીમાં પાણીની સપાટી 17 ફૂટ હતી અને આજવાનું લેવલ 211.55 ફૂટ હતું. જોકે એ પછી વરસાદ નહીં પડતા સપાટીમાં ધીમો ઘટાડો શરૂ થયો હતો. આજે સવારે 11:00 વાગે વિશ્વામિત્રીની સપાટી ઘટીને 11 ફૂટ થઈ છે. જ્યારે આજવા સરોવરનું લેવલ 211.35 ફૂટે પહોંચ્યું છે. આજવા સરોવરના 62 દરવાજામાંથી હાલ આશરે 750 ક્યુસેક પાણી વહી રહ્યું છે. જ્યારે ફીડર તેમજ આસપાસના વિસ્તારોમાંથી પણ નદીમાં જે પાણી વહી રહ્યું છે તેની ગણતરી માંડતા વિશ્વામિત્રીમાં હજી 1500 ક્યુસેક પાણીનો ફ્લો ચાલુ છે. 15 ઓગસ્ટ સુધી સરકારની ગાઈડલાઈન મુજબ આજવા સરોવરમાં 211 ફૂટથી વધુ પાણી ભરી શકાતું નથી, એટલે 211 ફૂટ થી જેટલું પણ વધારાનું પાણી આવે તે હાલ 62 દરવાજામાંથી વહી રહ્યું છે. 15 ઓગસ્ટ પછી આજવાનું લેવલ 212 ફૂટ પર સેટ કરવામાં આવશે. વરસાદની વડોદરા વિસ્તાર માટે કોઈ આગાહી નથી. આમ છતાં કોર્પોરેશનનું તંત્ર હજી સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યું છે. વિશ્વામિત્રીમાં સપાટી સતત ઘટી રહી હોવાથી નીચાણ વાળા વિસ્તારોને પણ રાહત મળી છે અને તંત્ર પણ હાશકારો અનુભવી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.