જામનગરમાં ગેલેક્સી સિનેમા વાળી જગ્યામાં નવા બાંધકામના સ્થળે તસ્કરોનો હાથ ફેરો
- દુકાનમાં રાખેલા ૧.૯૬ લાખની કિંમતના ૯૦ નંગ ઇલેક્ટ્રીક વાયરના બંડલો ઉઠાવી ગયા- જામનગર નજીક સમાણા બેઠા કુલ પાસે આવેલા પાર્ટી પ્લોટમાંથી ૬૭.૦૦૦ ની કિંમતની એલઇડી લાઇટની ચોરી જામનગર તા 21 જુલાઈ 2022,ગુરૂવારજામનગર શહેરમાં તસ્કરોની રંજાડ વધી ગઈ છે, અને એક નવા બાંધકામના સ્થળેથી ૧,૯૬,૫૦૦ ની કિંમતના ઇલેક્ટ્રીક વાયરના બંડલો ચોરી કરી ગયાનું પોલીસમાં જાહેર થયું છે, જ્યારે જામનગર નજીક સમાણાના બેઠા પુલ પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાંથી રૂપિયા ૬૭,૦૦૦ ની કિંમતની એલઇડી લાઇટોની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરમાં ગેલેક્સી સિનેમા વાળી જગ્યામાં સ્ટાર ગેલેક્સી બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે જે બાંધકામના સ્થળે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનને ગોડાઉન તરીકે ઉપયોગ કરીને તેમાં ઈલેક્ટ્રીક વાયરીંગ માટેના સંખ્યાબંધ બંડલો રાખેલા છે. જે સ્થળે ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરો ત્રાટક્યા હતા, અને શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યાંથી જુદી જુદી કંપનીના અને અલગ અલગ સાઈઝના રૂપિયા ૧,૯૬,૫૦૦ ની કિંમતના ઇલેક્ટ્રીક વાયરના બંડલોની તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. ચોરીના આ બનાવ અંગે બિલ્ડર નવીનભાઈ હરિલાલ ઝવેરીએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ચોરીનો બીજો બનાવ જામનગર નજીક સમાણાના મીઠાપુલ પાસે આવેલા વી.ડી.બી.પાર્ટી પ્લોટમાં બન્યો હતો. જ્યાં લગાવવામાં આવેલી જુદી જુદી સાઈઝની રૂપિયા ૬૭,૫૦ ની કિંમતની એલઇડી લાઇટની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે કપિલભાઈ વાલજીભાઈ બારડએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.