જામનગરમાંથી ચાર નંગ ચોરાઉ મોબાઈલ ફોન સાથે બે શકમંદોની અટકાયત - At This Time

જામનગરમાંથી ચાર નંગ ચોરાઉ મોબાઈલ ફોન સાથે બે શકમંદોની અટકાયત


જામનગર તા 21 જુલાઈ 2022,ગુરૂવારજામનગર માં દિગજામ સર્કલ પાસેથી ચાર નંગ ચોરાઉ મનાતા મોબાઇલ ફોન સાથે બે શકમંદોને સીટી સી. ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે, અને તેઓની પૂછપરછ હાથ ધરી છે.જામનગરમાં અંધ આશ્રમ આવાસ કોલોની બ્લોક નંબર ૯ માં રહેતો મયુર પ્રકાશભાઈ મહીડા કે જે અગાઉ ચોરીના ગુનામાં પકડાઈ ગયો છે, અને જામીન પર છૂટ્યા પછી ફરીથી ચોરીના રવાડે ચડી ગયો છે, તેવી માહિતીના આધારે જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે સમર્પણ સર્કલ નજીક ઓવરબ્રિજ નીચેથી મયુર પ્રકાશભાઈ મહિડાને તેના એક સાગ્રીત વિપુલ રમેશભાઈ વાઘેલા સાથે પકડી પાડ્યા હતા, અને બંનેની તલાસી લેતાં તેઓ પાસેથી જુદી જુદી કંપનીના ચાર નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.જે મોબાઈલ ફોનના બીલ- આધાર વગેરે માંગતાં કોઈ આધાર રજૂ કર્યા ન હતા, અને ચોરી અથવા તો છળ કપટથી મોબાઈલ મેળવેલા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી સિટી સી. ડિવિઝન પોલીસ દ્વારા બંનેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત એક ઇલેક્ટ્રીક વજન કાંટો વગેરે લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બન્નેની પુછપરછ ચલાવવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.