સતત ચોથા દિવસે રાજકોટમાં વીજ તંત્રનું ચેકીંગઃ ત્રણ દિવસમાં પોણા કરોડની વીજ ચોરી ઝડપાઇ
રાજકોટ તા. ર૧ :.. સતત ચોથા દિવસે વીજ ટીમોએ રાજકોટમાં ચેકીંગ ચાલુ રાખ્યું છે, ત્રણ દિવસમાં ૭૦ થી ૭પ લાખની વીજ ચોરી ઝડપાઇ જવા પામી છે, આજે સવારથી ૪૬ ટીમો દ્વારા ૪ સબ ડીવીઝન ક્ષેત્રમાં પોલીસ - વિડીયોગ્રાફરોની ટીમ સાથે ધોંસ બોલાવાઇ છે.
આજે સવારથી રાજકોટ સીટી સર્કલના રાજકોટ સીટી ડીવીઝન-૩ હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાવડી સબ ડીવીઝનમાં આવરી લેવામાં આવેલ વિસ્તારોમાં રવેચીપરા, જીએચબી કવાર્ટર્સ રસુલપરા વગેરે ખોખળદળ સબ ડીવીઝનમાં આવરી લેવામાં આવેલ વિસ્તાર જડેશ્વર, વેલનાથ, મુકેશ પાર્ક, રાધાકૃષ્ણ સોસાયટી, હરિઓમ પાર્ક, મવડી રોડ સબ ડીવીઝનમાં આવરી લેવામાં આવેલ વિસ્તારોમાં સાનિધ્ય બંગલો, સરદારનગર, પુનમ સોસાયટી વગેરે તથા રૈયા રોડ સબ ડીવીઝનમાં આવરી લેવામાં આવેલ વિસ્તારોમાં બંસીધર પાર્ક, ઇન્દ્રપ્રસ્થનગર, સ્લમ કવાર્ટર્સ વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.