રાજકોટમાં વ્રજ વિલા એપાર્ટમેન્ટમાં 10 દિવસમાં 10 ફ્લેટમાં ચોરી, સ્થાનિકોનો આક્ષેપ,’ અરજી કરી તો પોલીસ અમને ધમકાવે છે’
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી,લૂંટ, ખૂન અને મારામારીના વધી રહેલા બનાવ પરથી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિત કઇ હદે કથળી ગઇ છે તેનો અંદાજ લગાવી શકાય છે. તેમાંય વાવડી વિસ્તારમાં વ્રજ વિલા એપાર્ટમેન્ટમાં તો તસ્કરોને ચોરી કરવાનો પીળો પરવાનો આપી દેવાયો હોય તેમ દોઢ વર્ષથી ચોરીના બનાવ બની રહ્યા છે, તેમજ છેલ્લા 10 દિવસમાં 10 જેટલી ચોરી થઇ છે. જ્યાં તસ્કરો ચોરીને અંજામ આપતા CCTVમાં કેદ થયા હતા.
આ મુદ્દે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસને અનેક વખત અરજી કરવામાં આવી છે છતાં પોલીસ તેમને ધમકાવે છે. પોલીસની આ નીતિ સામે રોષે ભરાયેલા એપાર્ટમેન્ટના તમામ રહેવાસીઓએ મીડિયા સમક્ષ તાલુકા પોલીસની ઘોર બેદરકારી સામે ગંભીર આક્ષેપ કરી તસ્કર ગેંગને તાકિદની અસરથી ઝડપી લેવા તેમજ બેજવાબદાર પોલીસ સામે પગલાં લેવા રોષભેર માંગણી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.