ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે ગુરુવારે વરણી થશે - At This Time

ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે ગુરુવારે વરણી થશે


- બક્ષીપંચ
માટે અનામત જગ્યા પર ત્રણ નામો ફેવરીટ            સુરતચોર્યાસી
તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી તત્કાલીન પ્રમુખ આસ્તીક પટેલને સસ્પેન્ડ કર્યા બાદ
તેમની ખાલી પડેલી જગ્યા માટે આગામી ૨૧ મી જુલાઇને ગુરુવારના રોજ પ્રમુખની વરણી
કરવામાં આવશે. આ માટે આવતીકાલ બુધવાર સુધીમાં ફોર્મ ભરી શકાશે.ચોર્યાસી
તાલુકા પંચાયતના પ્રમુખ આસ્તીક પટેલના નામે કથિત વીડીયો વાયરલ થયા બાદ મોવડી મંડળે
ગંભીર નોંધ લઇને તાત્કાલીક સભ્યપદેથી સસ્પેન્ડ કરીને તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી
રાજીનામુ લઇ લેવાયુ હતુ. આ ખાલી પડેલી જગ્યા માટે આગામી ૨૧ મી જુલાઇના રોજ વરણી
થશે. આ બેઠક બક્ષીપંચના હોવાથી ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં હજીરા વિસ્તારના
યુવાન સતીષ પટેલ, ઋષિ પટેલ અને ભટલાઇના તૃપ્તી પટેલના નામો ચર્ચાઇ રહ્યા છે. આ પદ માટે
પક્ષમાંથી મેન્ડેટ આવશે. પ્રમુખ પદ માટે ત્રણ નામો ફાઇનલ કરવા માટે આવતીકાલ
બુધવારે બારડોલી ખાતે સંકલનની બેઠક મળશે. જેમાં ત્રણ નામો મોકલીને ફોર્મ ભરાશે.
ત્યારબાદ ફાઇનલ ગુરૃવારે જાહેર થશે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.