GST લાગુ પડતા અમૂલે દહીંમાં રૂ. ૪ અને છાશમાં લિટરે રૂ. ૨નો વધારો - At This Time

GST લાગુ પડતા અમૂલે દહીંમાં રૂ. ૪ અને છાશમાં લિટરે રૂ. ૨નો વધારો


(પ્રતિનિધિ તરફથી) અમદાવા,મંગળવારપાંચ ટકા જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પડી જતાં અઢાર જુલાઈથી દહીં અને છાશના ભાવમાં અમૂલે વધારો કરી દીધો છે.દહીંની એક કિલોના પેકના ભાવ રૃા. ૪ વધારીને રૃા. ૬૯ કરી દીધા છે. દહીંના ૨૦૦ ગ્રામના પાઉચમાં રૃા. ૧નો, ૪૦૦ ગ્રામના પાઉચમાં રૃા. ૨નો વધારો કર્યો છે. ૨૦૦ ગ્રામ દહીંના ભાવ વધીને રૃા. ૧૭ અને ૪૦૦ ગ્રામના પાઉચના ભાવ રૃા. ૩૦થી વધીને રૃા. ૩૨ થઈ ગયા છે. ૨૦૦ ગ્રામના દહીંના કપના ભાવ ર૦થી વધારી રૃા.૨૧ અને ૪૦૦ ગ્રામના કપના ભાવ રૃા. ૪૦થી વધારી રૃા.૪૨ કરી દેવામાં આવ્યા છે.  પ્રી પૅક કે પ્રી લેબલ્ડ બટરમિલ્ક-છાશ અને દહીં કર્ડને જીએસટીને પાત્ર ગણવાનો જીએસટી કાઉન્સિલમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે દૂધ, દહીં અને છાશ પર જીએસટી લાગુ પડતો નથી. હવે નવા આવનારા નોટિફિકેશનમાં તેના પર ૫ ટકા જીએસટી લાગુ કર્યો છે.અમૂલ દહીં , છાશ અને લસ્સી મળીને રોજના ૨૦ લાખ લિટરનું વેચાણ છે. તેથી અંદાજે રોજના રૃા. ૩૫થી ૪૦ લાખથી વધુ રકમનો જીએસટીનો બોજો ગુજરાતની પ્રજા પર આવશે. મહિને રૃા. ૯થી ૧૨ કરોડનો અને વર્ષે અંદાજે રૃા. ૧૦૮થી ૧૪૪ કરોડની આસપાસનો વેરાખર્ચનો બોજ વધી જશે. પનીર પર પહેલાથી જ જીએસટી લાગુ થઈ ગયો હોવાથી અત્યારે તેના ભાવમાં જીએસટીને કારણે કોઈ જ નવો વધારો આવવાની શક્યતા ન હોવાનું ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ જણાવ્યું હતું. લસ્સીના ૧૭૦ મિલિલીટરના પેકના ભાવ રૃા. ૧૦થી વધારીને રૃા.૧૧ કરી દેવામાં આવ્યા છે. એક લિટર લસ્સીએ આ વધારો રૃા. ૬ની આસપાસનો આવે છે. જોકે ૨૦૦ મિલિલીટરના કપના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. તેના ભાવ પૂર્વવત રૃા. ૧૫ જ રાખવામાં આવ્યા છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.