શહેર ઉપર મેઘ મહેર યથાવત, મણિનગરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ સાથે શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ - At This Time

શહેર ઉપર મેઘ મહેર યથાવત, મણિનગરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ સાથે શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ


અમદાવાદ,મંગળવાર,19
જુલાઈ,2022અમદાવાદમાં મંગળવારે વહેલી સવારથી વાદળાછાયા વાતાવરણની
વચ્ચે શરુ થયેલા વરસાદની વચ્ચે સાંજ સુધીમાં મણિનગર વિસ્તારમાં સૌથી વધુ બે ઈંચ
જેટલો વરસાદ વરસ્યો હતો.ચકુડીયામાં ૪૧ મિલીમીટર, વિરાટનગરમાં ૩૬ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.પૂર્વના
વિસ્તારોમાં સવારના સમયે થયેલા વરસાદથી નિચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી
ભરાઈ ગયા હતા.શહેરમાં સાંજ સુધીમાં સરેરાશ ૨૫.૮૨ મિલીમીટર વરસાદ થતા મોસમનો અત્યાર
સુધીનો કુલ વરસાદ ૪૭૭ મિલીમીટર થવા પામ્યો છે.વાતાવરણ જોતા હજુ વધુ વરસાદ થવાની
સંભાવના છે.એક સપ્તાહથી પણ વધુના સમયથી શહેરમાં વરસી રહેલા વરસાદ
મંગળવારે પણ જારી રહેવા પામતા સવારથી જ શહેરના પાલડી,ઉસ્માનપુરા
ઉપરાંત બોડકદેવ,સરખેજ,મકતમપુરા,જોધપુર સહિતના
વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.શહેરમાં સવારના ૧૧ થી ૧ સુધીના બે કલાકના
સમયમાં તમામ વિસ્તારમાં એકધારો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી
હતી.શહેરના મણિનગર વિસ્તારમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ સવારના સમય દરમિયાન જ વરસી
ગયો હતો.સવારના સમયે પડેલા વરસાદના કારણે શાળા-કોલેજ કે નોકરીના સ્થળે પહોંચવામાં
લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.મંગળવારે શહેરના અન્ય વિસ્તારોની તુલનામાં
પૂર્વના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યુ હતું.વાસણા બેરેજ ખાતે પાણીની
સપાટી ૧૨૯ ફુટના લેવલ ઉપર નોંધાયેલી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલરુમને દિવસ દરમિયાન
દક્ષિણ-પશ્ચિમ ઝોનના ત્રણ સ્થળેથી વરસાદી પાણી ભરાવાની ફરિયાદ મળી હતી.મધ્યઝોનમાં
એક અને દક્ષિણ ઝોનમાં બ્રેકડાઉન અંગેની બે એમ કુલ મળીને ત્રણ ફરિયાદ બ્રેકડાઉનની
મળી હતી.રોડ સેટલમેન્ટની પૂર્વઝોનમાંથી એક અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી એક-એક ફરિયાદ
મળી હતી.વૃક્ષ ધરાશાયી થવા અંગે પૂર્વઝોનમાંથી બે અને ઉત્તર-પશ્ચિમઝોનમાંથી એક
ફરિયાદ મળી હતી.શહેરમાં  અલગ અલગ
વિસ્તારમાં ૬૪૨૪ ખાડા પુરવામાં આવ્યા

અમદાવાદમાં સતત વરસાદના કારણે વિવિધ વિસ્તારમાં આવેલા રોડ
ઉપર ખાડા પડી જવા પામ્યા છે.૧૯ જુલાઈ સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના
વિવિધ વિસ્તારમાં કુલ મળીને ૬૪૨૪ ખાડા પુરવામાં આવ્યા હતા.આ ઉપરાંત શહેરમાં ૨૯
સ્થળોએ થયેલા બ્રેકડાઉનના સમારકામની કામગીરી તંત્ર તરફથી કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.