ડિગ્રી ઈજનેરી-ફાર્મસી પ્રવેશ પ્રક્રિયા ખોરંભે ઃ ફરી નવો પ્રવેશ કાર્યક્રમ - At This Time

ડિગ્રી ઈજનેરી-ફાર્મસી પ્રવેશ પ્રક્રિયા ખોરંભે ઃ ફરી નવો પ્રવેશ કાર્યક્રમ


અમદાવાદસીબીએસઈનું ધો.૧૨નું
પરિણામ હજુ સુધી જાહેર ન થતા ડિગ્રી ઈજનરી-ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા વિલંબીત થઈ રહી
છે.પરિણામના અભાવે  કોમન મેરિટ જ તૈયાર થઈ શકે
કેમ તેમ ન હોવાથી એડમિશન કમિટીએ ફરી એકવાર રજિસ્ટ્રેશન મુદ્દત વધારવી પડી છે અને ફરીવાર
પ્રવેશ કાર્યક્રમ બદલી નવો જાહેર કરવો પડયો છે.જે મુજબ ડિગ્રી ઈજનેરી માટે હવે ૩૧મી
જુલાઈ સુધી અને ડિગ્રી ફાર્મસી માટે ૧૦ ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન થશે. ધો.૧૨ સાયન્સ
પછીના ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે એસીપીસી દ્વારા ૩૦મી મેથી પ્રવેશ પ્રક્રિયા
શરૃ કરવામા આવી હતી અને ૩૦ જુન સુધી રજિસ્ટ્રેશન મુદત નિયત કરાઈ હતી પરંતુ
સીબીએસઈનું પરિણામ જુન અંત સુધી ન આવતા 
રજિસ્ટ્રેશન મુદત ૧૮મી જુલાઈ સુધી લંબાવી નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો
હતો.અગાઉના કાર્યક્રમ મુજબ ૨૮ જુલાઈથી ઈજનેરીમાં પ્રથમ વર્ષ માટે શૈક્ષણિક સત્ર
શરૃ થઈ જનાર હતુ પરંતુ ૧૮મી જુલાઈ સુધી રજિસ્ટ્રેશન લંબાવી નવો કાર્યક્રમ જાહેર
કરાતા તે મુજબ ૨૩મી ઓગસ્ટથી કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૃ થનાર હતુ. આજે વધારેલી મુદત
પૂર્ણ થઈ જવા છતાં હજુ સુધી સીબીએસઈનું ધો.૧૨નું પરિમામ જાહેર ન થતા ફરી એકવાર
પ્રવેશ સમિતિએ રજિસ્ટ્રેશન મુદત વધારવી પડી છે અને નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર
કરવો પડયો છે.

આ નવા પ્રવેશ કાર્યક્રમ મુજબ ડિગ્રી ઈજનેરીમાં
હવે ૩૧મી જુલાઈ સુધી રજિસ્ટ્રેશન થશે અને ૬ઠ્ઠી સપ્ટેમ્બરથી પ્રથમ વર્ષના
વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્ય શરૃ થશે. જ્યારે ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી માટે
પણ રજિસ્ટ્રેશન મુદત વધારી ૧૦ ઓગસ્ટ સુધી કરવામા આવી છે. ફાર્મસીમાં ૧૪મી
જુનથી  પ્રવેશ પ્રક્રિયા શરૃ કરાઈ હતી અને
સીબીએસઈનું પરિણામ જાહેર ન થતા ફરી વાર રજિસ્ટ્રેશન મુદત વધારી નવો પ્રવેશ
કાર્યક્રમ જાહેર કરવો પડયો છે.ફાર્મસીમાં હવે 
૮મી સપ્ટેમ્બરથી એકેડમિક ટર્મ શરૃ થશે.ડિગ્રી ઈજનેરીમા આજ સુધીમાં ૨૭૩૩૦
વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે અને ફાર્મસીમાં ૧૦૩૩૦ વિદ્યાર્થીઓનું
રજિસ્ટ્રેશન થયુ છે.મહત્વનું છેકે ઈજનેરી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરી દેનારા
ગુજરાત બોર્ડના સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સીબીએસઈ પરિણામ આધારીત ૫ હજારથી વધુ
વિદ્યાર્થીઓ છે.ગુજરાત બોર્ડનું અને ઈજનેરી પ્રવેશ માટેની ગુજકેટનું પરિણામ ૧૨મેના
રોજ જાહેર થઈ ગયુ છે પરંતુ સીબીએસઈનુ પરિણામ જાહેર ન થતા ગુજરાત બોર્ડના
વિદ્યાર્થીઓ બે મહિનાથી રાહ જોઈને બેઠા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.