છૂટકમાં ફરસાણ વેચનાર પાસે પાંચ ટકા જીએસટી વસૂલ કરાશે
જીએસટીમાં આજથી અનેક નિયમ અમલમાં આવ્યા છે. તે પૈકી છૂટકમાં ફરસાણ વેચનાર પાસેથી પણ હવે પાંચ ટકા જીએસટી વસૂલાત કરવામાં આવનાર છે. તેના કારણે હવે ગ્રાહક પર વધારાનો બોજ આવવાની શકયતા વધી જવાની છે
અત્યાર સુધી છૂટકમાં ફરસાણ વેચનાર પાસેથી જીએસટીની વસૂલાત કરવામાં આવતી ન હોતી. પરંતુ હવેથી છૂટકમાં ફરસાણ વેચનાર પાસેથી પણ પાંચ ટકા જીએસટી વસૂલાત કરવાનો નિયમ આજથી લાગુ કરી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત પેકિંગમાં ફરસાણ વેચનાર પાસેથી ૧૨ ટકા જીએસટીની વસૂલાત થવાની છે. પેકિંગ પર ૧૨ ટકા જીએસટી વસૂલાતમાં બ્રાન્ડેડ કે અનબ્રાન્ડેડ રીતે ફરસાણનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે.તેના કારણે પેકિંગમાં વેચવામાં આવતા કોઇ પણ ફરસાણ પર હવે ૧૨ ટકા જીએસટીની વસૂલાત કરવાના લીધે ફરસાણ ખરીદનાર પર સીધી કે આડકતરી રીતે વસૂલાત કરવામાં આવનાર છે. તેનો નિયમ આજથી અમલમાં આવવાના કારણે હવે ફરસાણ પર ભાવવધારો થવાની શકયતા નકારી શકાય તેમ નથી. આ અંગે સીએ મુકુંદ ચૌહાણે જણાવ્યુ હતુ કે ફરસાણ પર ટેકસ વસૂલાતનો નિયમ આજથી અમલમાં મૂકવામાં આવ્યો છે. તેના કારણે ફરસાણના વેપારીને ત્યાં પણ હવે જીએસટીના અધિકારીઓ નિયમ પ્રમાણે તપાસ કરી શકશે. તેમજ જે પણ વેપારીએ ટેકસ ભરપાઇ નહીં કર્યો હોય તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. જેથી કોઇ પણ પ્રકારનું ફરસાણ વેચનારે જીએસટી ભરપાઇ કરવાનો રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.