વિસાવદર આયૅસમાજના પ્રતિનીધીઓની શૈક્ષણિક સંકુલ માંડાવડની મુલાકાત
વિસાવદર આયૅસમાજના પ્રતિનીધીઓની શૈક્ષણિક સંકુલ માંડાવડની મુલાકાત
મહાન રાષ્ટ્રની સંસ્કૃતીથી બાળકો પરિચિત થાય- સી.વી.ચૌહાણ
ભારત રાષ્ટ્રના માનવવિકાસમાં જે સંસ્થાનું યોગદાન છે તે આયૅસમાજ સંસ્થા- ગુજરાત પ્રાંતીય આયૅસમાજ સભાના માગૅદશૅન હેઠળ
આપણને આઝાદી કોણે અપાવી ? વિષય પર
આગામી ર૪/૦૭/૨૦૨૨ના રોજ
યોજાનાર પરીક્ષાના સંદર્ભે આયૅસમાજ - વિસાવદરના પ્રતિનીધીઓ શ્રી સી. વી. ચૌહાણસર (મંત્રી શ્રી) સી.એમ. માલવીયાસર તથા દિપકભાઈ મેહતાએ આજે શ્રી વી.ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ પરિસરની મુલાકાત લીધી.
આ મુલાકાત દરમિયાન તેમણે પરીક્ષા અંગેની માહિતી આપી હતી તેમજ શુભેચ્છા સંદેશ સાથે પરીક્ષાર્થીઓને ભેટ આપી હતી.તેમજ આગામી દિવસોમાં બાળકોની આંતરિક શકિતઓને ઉજાગર કરી અને ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ બાળકો વાકેફ થાય તેવા પ્રયત્નો સાથે આયૅસમાજ વિસાવદર અંતગતૅ કાયૅક્રમો રાખવામાં આવશે.આ મુલાકાત દરમિયાન આચાર્ય પ્રફૂલ વાડદોરીયાએ હષૅની લાગણી વ્યકત કરી હતી.અને સંસ્થાના મેનજીંગ ટ્રસ્ટી જે.કે.ઠેસિયાએ શુભેચ્છાઓ આપી હતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.