નહીંવત પ્લેસમેન્ટ, કાયમી પ્રોફેસરોની અછત, રિસર્ચ-પેટન્ટ, ફેકલ્ટી-સ્ટુડન્ટ રેશિયોમાં હંમેશા નબળો દેખાવ
NIRF ફેકલ્ટી, રિસર્ચ, પ્રોજેક્ટ, યુનિવર્સિટીના પરિણામો સહિતના પેરામીટરને ધ્યાનમાં રાખીને વિદ્યાપીઠોનું મૂલ્યાંકન કરે છે
સૌરાષ્ટ્ર યુનિ.ને 7 વર્ષથી ટોપ-100માં આ કારણે નથી મળતું સ્થાન
NIRFના 2022ના રેન્કિંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટોપ-200માં પણ નહીં
NIRF (નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ ફ્રેમ વર્ક) દ્વારા દેશની ટોપ શૈક્ષણિક સંસ્થાના રેન્કિંગ જાહેર કરાયા છે. જેમાં ઓવરઓલ યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કોલેજ, ફાર્મસી, મેડિકલ, લો, આર્કિટેક્ચર, ડેન્ટલ અને રિસર્ચ સામેલ છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના શિક્ષણને લઈને અનેક ચર્ચાઓ જાગી છે ત્યારે NIRFના 2022ના રેન્કિંગમાં રાજ્યની એકમાત્ર ગુજરાત યુનિવર્સિટીને ટોપ-100 યુનિવર્સિટીમાંથી 58મા ક્રમે સ્થાન મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.