સ્માર્ટ સિટીના દરજજાના લીરાં ઉડી ગયાં, ૮૮૦૭ કરોડનાં જંગી બજેટ છતાં અમદાવાદ ફરી ખાડાબાદ બની ગયું
અમદાવાદ,રવિવાર,17 જૂલાઈ,2022સ્માર્ટ સિટી અને સમગ્ર દેશનું રોલ મોડલ શહેર વગેરે જેવી ઉપમાઓ
આપવામાં સત્તાધારી ભાજપના નેતાઓ અને મ્યુનિ.ના હોદ્દેદારો કંઈ બાકી રાખતા નથી.શહેરમાં
૧૮ ઈંચ વરસાદમાં શહેરનું વાર્ષિક ૮૮૦૭ કરોડનું
જંગી બજેટ હોવા છતાં અમદાવાદ ફરી ખાડાબાદ બની જતા શહેરીજનોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી
રહ્યો છે.લોકોના આક્રોશથી બચવા વિકાસના નામે મત માંગનારાઓ હવે મોં સંતાડવા લાગ્યા છે.અમદાવાદ શહેરમાં દર વર્ષે નવા રોડ બનાવવા અને વિવિધ
વિસ્તારમાં આવેલા રોડ રીસરફેસ કરવા ૪૦૦ કરોડથી વધુની રકમનો ખર્ચ કરવામાં આવતો હોય
છે.આમ છતાં દર વર્ષે સામાન્ય એવા વરસાદમાં પણ શહેરના સાત ઝોનના વિવિધ વિસ્તારમાં
આવેલા મોટાભાગના રસ્તાઓ ધોવાઈ જાય છે અથવા તો ભુવા અને ખાડાઓ પડતા હોય છે.મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ જે જી.પી.એમ.સી.એકટની જોગવાઈના આધારે ચલાવવામાં
આવી રહ્યો છે.એ એકટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે,કોઈ પણ
વિસ્તારમાં રોડ નવો બનાવવાની કે તેના રીસરફેસની કામગીરી થતી હોય તે સમયે
સુપરવાઈઝરથી લઈ આસીસ્ટન્ટ ઈજનેર,આસીસ્ટન્ટ
સિટી ઈજનેરથી લઈ છેક ડેપ્યુટી ઈજનેર અને એડીશનલ સિટી ઈજનેરે સ્થળ ઉપર જઈ બની રહેલા રોડની ગુણવત્તા ઉપરાંત તેમાં
વપરાયેલ મટીરિયલ સહિતની બાબતની તપાસ કરવાની હોય છે.આમ છતાં મોટાભાગના રોડ બનતા હોય
એ સમયે કોઈ સુપરવિઝન કરાતુ જ નથી.વિકાસ નહીં સારા રોડ આપો,કમરના મણકાં તુટી ગયા-લોકોમાં રોષશહેરમાં ૧૮ ઈંચ વરસાદમાં પણ સાત ઝોનમાં આવેલા વિવિધ રોડ ઉપર
૪૩૫૮ જેટલા ખાડા મ્યુનિ.તંત્રે અત્યારસુધીમાં પુરવા પડયા છે.વિવિધ રસ્તેથી પસાર
થતા વાહનચાલકો અવારનવાર આવતા ખાડાને લઈ અકળાઈને બોલે છે કે,અમને વિકાસ નહીં
આપો તો ચાલશે પણ સારા રોડ આપો,કમરના
મણકાં તુટી ગયા.સ્માર્ટ સિટી એટલે સોનાના રોડ નહીં?અમદાવાદ શહેરમાં ૧૮ ઈંચ વરસાદમાં શહેરના તમામ વિસ્તારમાં
રોડ ઉપર પડેલા ખાડા બાદ મ્યુનિ.ની પાણી કમિટીના ચેરમેન જતીન પટેલે મિડીયા સાથેની
વાતચીતમાં એવુ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ કે,સ્માર્ટ સિટી એટલે સોનાના રોડ નહીં.આ નિવેદન બાદ ભાજપની
નેતાગીરીએ પણ એમને ઠપકો આપી સંયમ રાખવા સુચના આપવી પડી હતી.વસ્ત્રાલ વિસ્તારમાં પાંચ સેકન્ડમાં મસમોટો ભુવો એક મહિના અગાઉ નવા બનાવવામાં આવેલા આખા રોડને
ગળી ગયો
વસ્ત્રાલના સુરભીપાર્ક પાસેના મેટ્રો પિલર પાસે આવેલા મુખ્ય
રસ્તા ઉપર માત્ર પાંચ જ સેકન્ડનાં સમયમાં મસમોટોભુવો પડી જતા આખો રસ્તો
ભુવામાંગરકાવ થઈ જતા રોડ તળાવમાં ફેરવાઈ ગયો હતો.આ ઘટના અંગેનો વિડીયો સોશિયલ
મિડીયા ઉપર વાઈરલ થતાની સાથે જ લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેદરકાર એવા
અધિકારીઓ અને વારંવાર શહેરના વિકાસ તથા શહેર સ્માર્ટ સિટી હોવાની દુહાઈ આપતા એવા
વર્તમાન ભાજપના શાસકો ઉપર ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.નોંધનીય બાબત તો એ છે કે,હજુ એક મહિના
અગાઉ જ આ સ્થળે નવો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી
જાણવા મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.