ચેકિંગ સમયે વાહનચાલકે અસલ ડોક્યુમેન્ટ આપ્યા, ટ્રાફિક જમાદારે કહ્યું, ‘કોઇકને અપાઇ ગયા છે મળે ત્યારે આપીશ’ - At This Time

ચેકિંગ સમયે વાહનચાલકે અસલ ડોક્યુમેન્ટ આપ્યા, ટ્રાફિક જમાદારે કહ્યું, ‘કોઇકને અપાઇ ગયા છે મળે ત્યારે આપીશ’


એકસાથે દશ વાહનને રોક્યા બાદ જમાદાર ઘાંઘા થયા અને શ્રમિક યુવકનું લાઇસન્સ, આરસી બુક, આધારકાર્ડ બીજાને આપી દીધા

સત્તા નહીં હોવા​​​​​​​ છતાં જમાદારે ડોક્યુમેન્ટ માગ્યા બાદ પોતે જ ખોઇ નાખતા વિમાસણમાં મુકાયા

શહેરમાં ઠેરઠેર વાહન ચેકિંગના નામે થતી દંડની વસૂલાતથી શહેરીજનો ત્રસ્ત છે ત્યારે શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રાફિક જમાદારે ડોક્યુમેન્ટ ચેક કરવાની પોતાને સત્તા નહીં હોવા છતાં શ્રમિક બાઇકચાલક પાસેથી અસલ ડોક્યુમેન્ટ માગ્યા હતા અને વાહનચાલકે ડોક્યુમેન્ટ આપ્યાની થોડી મિનિટોમાં જ જમાદારે ખોઇ નાખતાં હોબાળો મચી ગયો હતો, લાપરવાહી દાખવનાર જમાદારે બાઇકચાલકને મદદ કરવાને બદલે રોફ પણ જમાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.