સગીરા સાથે દુષ્કર્મ આચરી બિભત્સ વીડિયો વાયરલ કરતા ફરિયાદ
વાવ,
તા.17બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મ
આચરી બીભત્સ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તેમજ ઘટનાની કોઇને જાણ
કરીશ તો તારા ભાઈને મારી નાખવાની ધમકી આપતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા
વાવ પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ પોસ્કો સહિતનો ગુનો દાખલ કરી થયો છે.બનાસકાંઠા જિલ્લાના સરહદી
પંથકમાં એક સગીર યુવતી ઉપર દુષ્કર્મ આચરી
બીભત્સ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી .જો કોઈને
કહીશ તો તારા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા પરિવાર
વાવ પોલીસ મથકે દોડી આવી. સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર કિરણ ભૂરા પટેલ સ્પ્રેડા તેમજ દિનેશ રવજી પટેલ રહે સ્પ્રેડા વાળા એ
પોતાના મોબાઈલમાં બિભત્સ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો તેમજ વિક્રમ
માદેવ પટેલ રહે સ્પ્રેડા વાળા એ આરોપીઓને ગુનો કરવામાં પૂરેપૂરી મદદગારી કરતા તેમજ
સગીરાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણેય વિરુદ્ધ વાવ પોલીસ મથકે ગુનો
નોંધાયો હતો .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.