કડી : જમીનની અદાવતમાં હુમલો કરાતા આધેડનું મોતઃ બેને ગંભીર ઈજા
મહેોસાણા,કડી,તા.17કડી તાલુકાના બુડાસણ ગામની સીમમાં આવેલા ખેતરમાં જમીનના
વિવાદના મામલે કલોલના એક બિલ્ડરના ઈશારે પ્રાણઘાતક હથિયારો સાથે પહોંચેલા પાંચ
શખસોએ અહીં હાજર બે ભાઈઓ અને ખેતમજૂર ઉપર હુમલો કર્યો હતો.જેમાં ત્રણ વ્યકિતને
ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.જયાં સારવાર દરમિયાન એક આધેડનું મોત
નીપજ્યું હતું.આ ઘટના અંગે કડી પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરીયાદના આધારે
પોલીસે બિલ્ડર સહિત ૬ શખસો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો
છે. બુડાસણ ગામની સીમમાં
હાલ અમદાવાદ રહેતા પ્રવિણભાઈ બદ્રીનારાયણ શુકલની વડીલોપાજત ે ૧૩ વીઘા જમીન
તેમના પિતરાઈ ભાઈ કનૈયાલા શુકલ પાસેથી ૧૯૯૫માં બાનાખત કકીને વેચાણ રાખી હતી પરંતુ વારસદારોએ દસ્તાવેજ કરી ન આપતા
હાલમાં તેઓનાભોગવટા કબજાવાળી આ જમીનનો
વિવાદ મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન આ વિવાદી જમીન તેમની જાણ બહાર
કુટુંબી ભાઈના વારસદારોએ કલોલના બિલ્ડર રાજેશ અમરતભાઈને વેચાણ આપી દીધી
હતી.તા.૧૫-૭-૨૦૨૨ના રોજ ગૌતમભાઈ,
સુખદેવભાઈ અને ખેતમજૂર રઈજી રઘજીભાઈ ભરવાડ ખેતરમાં હાજર હતા તે વખતે બિલ્ડર
રાજેશપટેલ ઉર્ફે રાજુ બાટા ના ઈશારે
લાભુ રબારી, રાજુ
રબારી, રત્ના
રબારી અને બે અજાણ્યા શખસો ધારીયા,
પાઈપ અને લાકડી જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરીને આવી પહોંચ્યા હતા અને તેમણે
જમીનના હક હિત માટે ઝઘડો કરી હુમલો કર્યો હતો અને ત્રણેયને મારતાં ગંભીર ઈજાઓ થઈ
હતી.ત્યારબાદ ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે
કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં ગૌતમભાઈની તબીયત લથડતાં
તેઓને અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા.
જયારે બીજા દિવસે સવારે અન્ય ઈજાગ્રસ્ત સુખદેવભાઈ શુકલ (૬૦ વર્ષ)ની હાલત નાજુક
જણાતા તેઓને અમદાવાદની કેડી હોસ્પિટલમાં
લઈ જવાયા હતા.અહીં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.આ ઘટના અંગે પ્રવિણભાઈ
શુકલે કડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ખેતર સુધી પહોંચેલા વૃધ્ધ પોતાના ભાઈને બચાવી ના શક્યાફરીયાદી પ્રવિણભાઈ શુકલ (૭૩વર્ષ)ને ખેતરમાં થઈ રહેલા ઝઘડાની
જાણ તેમના ભાઈ અરવિંદભાઈએ કરતાં તેઓ પોતાના દિકરા પ્રતિક સાથે બુડાસણ પહોંચી ગયા
હતા.અહીં ખેતરમાં જવા આગળ વધતાં હાજર લોકોએ ખેતરમાં પરિસ્થીતી ગંભીર હોવાનું જણાવી
રોક્યા હતા.જેથી તેઓ ખેતરની વાડમાં ઉભા રહીને જોતા અંદર હુમલાખોરો પોતાના ભાઈ
સુખદેવભાઈ, ગૌતમભાઈ
અને ખેતમજૂરને આડેધડ મારી રહ્યા હતા અને ત્રમેય જણાં બચાવો બચાવોની બુમો
પાડતા હતા.આ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ૧. લાભુ ધરમશીભાઈ રબારી રહે,ઈન્દ્રાડ,તા.કડી૨. રાજુ રઘનાથભાઈ રબારી રહે,ઉંટવા,તા.કડી૩. રત્ના રઘનાથભાઈ રબારી રહે,ઉંટવા,તા.કડી
૪. રાજેશ ઉર્ફે રાજુ બાટા અમરતભાઈ પટેલ રહે,કલોલ,તા.ગાંધીનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.