કચ્છમાં ‘મંદિર ચોરી’ કરતી ગેંગ સક્રિય રુદ્રમાતા જાગીરની દાનપેટી તોડી ચોરી
ભુજ,રવિવારભુજ તાલુકાના લોરીયા હનુમાનનગરમાં પરમેશ્વર દાદા તેમજ જાલપા માતાજી મંદિરમાંથી આઠ લાખના આભુષણોની ચોરીનો ભેદ હજુ વણ ઉકેલ્યો છે તેવામાં વધુ એક વખત આ વિસ્તારમાં આવેલ રૃદ્રમાતા ખાતે માતાજીના મંદિરમાં ત્રણ દાન પેટીના તાળા તોડીને ૪૫ હજારની રોકડ ચોરાયાનો વધુ એક બનાવ બન્યો છે. માધાપર પોલીસ માથકે રૃદ્રમાતા જાગીરના મહંત લાલગીરીબાપુ ધર્મેન્દ્રગીરી બાપુએ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. શનિવારે રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો મંદીરમાં આવી ચોરી કરી ગયા હતા. મંદીરમાં રહેલી ત્રણ દાન પેટીના તાળા તોડી આશરે ૪૫ હજાર જેટલી રોકડની ચોરી કરી ગયા હતા. ગત મદ્યરાત્રે પોણા ત્રણ વાગ્યાના અરસામાં મોઢે બુકાની બાંધીને ત્રાટકેલા ત્રણ તસ્કરોએ મંદિરમાં રહેલી લાકડાની મુખ્ય દાન પેટીને તોડીને તેમાં રહેલી ૩૫ હજારની રોકડની ચોરી કરી હતી. નજીકમાં જ આવેલા શિવજીના મંદિર અને લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં રહેલી લોખંડની બે નાની દાન પેટીઓને તોડીને તેમાંથી ૧૦ હજારની ચોરી કરી હતી. ચોરી કરીને તસ્કરો ગણતરીના મિનિટોમાં રફુચક્કર થઈ ગયા હતા. વહેલી પરોઢે સાડા પાંચ વાગ્યાના અરસામાં ચોરીની જાણ થઈ હતી. તસ્કરો મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મંદીરમાં ચોરી થઈ હોવાનું સામે આવતા રુદ્રમાતા જાગીરના મહંત સહિતના માધાપર પોલીસ માથકે ફરિયાદ માટે દોડી આવ્યા હતા. માધાપર પોલીસે પ્રાથમિક વિગતો માથક ખાતે લઈ બાદમાં પંચનામા માટે રુદ્રમાતા મંદીરે પહોંચી હતી અને તસ્કરો કઈ ઓપરેન્ડીથી ચોરી કરી તેનું નિરિક્ષણ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.નોંધનીય બાબત છે કે રૃદ્રમાતા જાગીર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો માથું ટેકવવા માટે આવતા હોય છે. આ સૃથાનકના લાખો અનુયાયીઓ છે તેમજ ગુરૃપૂણમા સહિતના ધામક તહેવારો વખતે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને રાજ પરિવાર દ્વારા પણ રૃદ્રાણી માતાની પતરી વિધ કરવામાં આવતી હોય છે. ન માત્ર કચ્છ પરંતુ અન્ય વિસ્તારોમાં રૃદ્રાણી માતાના અનુયાયીઓ આવેલા છે જેાથી લાખો ભક્તોની આસૃથા સમાન માતાજીના કેન્દ્રને નિશાચરોએ નિશાન બનાવી અભડાવતા લાગણી દુભાઈ જવા પામી છે તેમજ તાકીદના ધોરણે આરોપીઓને ઝડપી પાડવામાં આવે તેવી માંગણી પણ બુલંદ બની છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.