દારુ પીને વાહન ચલાવતા પકડાયેલા વ્યક્તિને એક યુનિટ બ્લડ ડોનેટ કરવુ પડશે, આ રાજ્યે બનાવ્યા નવા ટ્રાફિક રુલ્સ
નવી દિલ્હી,તા.17.જુલાઈ.2022પંજાબ સરકારે ટ્રાફિકના નિયમોને લઈને નવુ જાહેરનામુ બહાર પાડ્યુ છે.જેમાં કહેવાયુ છે કે, નિયમોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ તો દંડ તો થશે જ પણ જો ફરી વખત કોઈ વાહન ચાલક ઉલ્લંઘન કરતા પકડાશે તો બમણો દંડ વસુલ કરવામાં આવશે .સાથે સાથે દારુ પીને વાહન ચલાવનારાઓ માટે નવો નિયમ લાગુ કરાયો છે. જે પ્રમાણે દારુ પીને વાહન ચલાવતા પકડાયેલા વ્યક્તિનુ લાઈસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાશે. સાથે સાથે નજીકની હોસ્પિટલમાં તેને સેવા આપવી પડશે અને એક યુનિટ બ્લડ ડોનેટ કરવુ પડશે.પંજાબમાં આ નવો નિયમ ચર્ચાનો વિષય બન્યો છે. સાથે સાથે જાહેરનામામાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, જો ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કર્યુ તો તેવા વ્યક્તિએ એક રિફ્રેશર કોર્સ કરવો પડશે અને તેનુ સર્ટિફિકેટ પણ લેવુ પડશે.સાથે સાથે સ્કૂલના 20 વિદ્યાર્થીઓને બે કલાક સુધી ટ્રાફિકના નિયમ શીખવાડવા પડશે.પંજાબમાં ટ્રાફિક નિયમોના ભંગની સમસ્યા મોટી છે. આ રાજયમાં રોજ 13 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થાય છે.નવા નયિમોમાં હવે દારુ પીને ગાડી ચલાવનાર કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરનારને 5000 રુપિયા દંડ ફટકારવાનુ નક્કી કરાયુ છે. વાહનો ઓવરલોડ હશે તો 20000 રુપિયા દંડ લેવાશે.ટ્રાફિક લાઈટને જમ્પ કરનારને 1000 રુપિયા દંડ થશે. આ તમામ નિયમોનો જો કોઈએ ફરી વખત ભંગ કર્યો તો તેની પાસે બમણો ફાઈન વસુલ કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.