રાજ્યપાલ પદેથી નિવૃત્ત થયા પછી અનેક મુદ્દાઓ પર બોલીશ : મલિક - At This Time

રાજ્યપાલ પદેથી નિવૃત્ત થયા પછી અનેક મુદ્દાઓ પર બોલીશ : મલિક


નવી દિલ્હી, તા.૧૬ખેડૂત આંદોલન સમયથી અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારની ટીકા કરનારા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું છે કે તેઓ રાજ્યપાલપદેથી નિવૃત્ત થયા પછી અનેક મુદ્દાઓ પર વાત કરશે. સત્યપાલ મલિક ૩૦મી સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.પોતે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા તે સમયે તેમને બે ફાઈલો પર સાઈન કરવા માટે કરોડો રૂપિયા ઓફર કરાયા હોવાના આક્ષેપો કરીને સત્યપાલ મલિક ચર્ચામાં આવ્યા હતા. આ સમયે તેમણે આરએસએસ પર પણ લાંચના આક્ષેપ મૂક્યા હતા. રાજ્યપાલ તરીકે તેમની ટ્રાન્સફર મુદ્દે સત્યપાલ મલિકે કહ્યું હતું કે, આઠ વર્ષમાં ચાર વખત તેમની ટ્રાન્સફર કરાઈ હતી. જોકે,આ મુદ્દે તેઓ હાલ કશું નહીં બોલે. તેઓ નિવૃત્ત થયા પછી અનેક મુદ્દાઓ પર બોલશે. સત્યપાલ મલિક ખેડૂત આંદોલન ઉપરાંત અગ્નિપથ યોજનાનો પણ સતત વિરોધ કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.