રિલેશનશિપ ખતમ થઇ જવાથી રેપનો કેસ દાખલ ન થઇ શકે : સુપ્રીમ - At This Time

રિલેશનશિપ ખતમ થઇ જવાથી રેપનો કેસ દાખલ ન થઇ શકે : સુપ્રીમ


- ચાર વર્ષ રિલેશનશિપમાં રહ્યા પછી યુવતીએ યુવક પર રેપનો કેસ દાખલ કર્યો- અલગ પડયા પછી પૈસા પડાવવા માટે મારી સામે રેપનો કેસ દાખલ કરાવ્યો તેવી દલિલ કરનારા યુવકને સુપ્રીમે જામીન આપ્યાનવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી વેળાએ કહ્યું હતું કે જ્યારે એક સ્ત્રી અને પુરુષ પોતાની ઇચ્છાથી સાથે રહેતા હોય અને મરજીથી સંબંધો બાંધે તો તેવા કેસમાં જ્યારે આ સંબંધ પુરો થઇ જાય તો પુરુષ પર બળાત્કારનો કેસ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે સાથે જ આ કેસમાં અરજદાર યુવકને રાહત પણ આપી હતી.સુપ્રીમ કોર્ટમાં ભારતીય રેલવેમાં સેવા આપતા એક સહાયક લોકો પાયલટ તરફથી અરજી થઇ હતી. આ યુવકની સામે આઇપીસીની કલમ ૩૭૬(૨)(એન), ૩૭૭ અને ૫૦૬ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે રાજસ્થાન કોર્ટે યુવકને આગોતરા જામીન આપવાની ના પાડી દીધી હતી. જેથી બાદમાં યુવક દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવવામાં આવી હતી. અને હાઇકોર્ટના નિર્ણયને પડકારાયો હતો. કોર્ટ સમક્ષ યુવકે એવી દલીલ કરી હતી કે મારી અને મારી સામે ફરિયાદ કરનારી યુવતીની વચ્ચે ૨૦૧૫થી સહમતીથી સંબંધ હતો. જોકે આ રિલેશનશિપ ખતમ થતા યુવતીએ મારી વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો હતો. ૨૦૧૫માં હું ત્યારે ૧૮ વર્ષનો હતો જ્યારે યુવતી ૨૦ વર્ષની હતી. યુવતીએ કોઇ અન્ય સાથે લગ્ન કરી લીધા હતા જે અંગે મને કોઇ જ જાણકારી નહોતી આપવામાં આવી. બાદમાં મારી સરકારી નોકરી લાગી અને યુવતીએ મને પૈસા માટે પરેશાન કરવાનું શરૂ કરી દીધુ હતું. મારા પિતા અને ભાઇને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે.  બાદમાં કોર્ટે કહ્યું હતું કે ફરિયાદ કરનારી યુવતી ચાર વર્ષ સુધી યુવક સાથે રિલેશનશિપમાં હતી. બન્ને વચ્ચે શારીરિક સંબંધો પણ હતા. જોકે હવે બન્ને રિલેશનશિપમાં નથી રહેતા અને એવામાં બળાત્કારનો કેસ દાખલ ન થઇ શકે. સાથે જ કોર્ટે યુવકને જામીન પણ મંજૂર કર્યા હતા. જે કેસની તપાસ ચાલી રહી છે તેમાં સહયોગ કરવા પણ યુવકને કોર્ટે કહ્યું હતું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.