વૃદ્ધની લાશ ટાંકામાંથી મળી, બીમારીથી કંટાળી પગલું ભર્યું - At This Time

વૃદ્ધની લાશ ટાંકામાંથી મળી, બીમારીથી કંટાળી પગલું ભર્યું


ત્રીજા માળે કામ કરતા શ્રમિકનું નીચે પટકાતાં મોત

શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતા વૃદ્ધનો મૃતદેહ તેમના મકાનના પાણીના ટાંકામાંથી શનિવારે સવારે મળી આવ્યો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને મકાનની અગાશી પર આવેલા પાણીના ટાંકામાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ તપાસમાં મૃતકનું નામ કિરીટભાઇ છગનભાઇ ટંકારિયા હોવાનું જાણવા મળ્યું હતું. લેડીઝ ટેઇલર તરીકે કામ કરતા કિરીટભાઇને સંતાન નથી. તે પત્ની સાથે રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી કિરીટભાઇ માનસિક બીમારીમાં સપડાયા હોય ઘરે જ રહેતા હતા. ગત રાતે એક વાગ્યા સુધી કિરીટભાઇ ઘરમાં સુતા હતા. બાદમાં સવારે તેમની પથારીમાં જોવા મળ્યા ન હતા. કિરીટભાઇએ બીમારીથી કંટાળીને પગલું ભર્યાની પરિવારે શંકા વ્યક્ત કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.