હળવદની દીવાલ હોનારતના મૃતકોના પરિવારોને છ લાખની સહાય અપાઇ
હળવદ : હળવદ જીઆઇડીસી વિસ્તારમાં થોડા મહિના અગાઉ દીવાલ પડવાથી ૧૨ લોકોના મોત થયા હતા. આ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય પેટે કુલ રૂપિયા છ લાખની સહાયના ચેક સુપરત કરવામાં આવ્યા હતા. હળવદ જીઆઈડીસી વિસ્તારમાં એક કારખાનામાં દિવાલ ધસી પડવાની ઘટનામાં ૧૨ લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો હતો. મૃતકોને આર્થિક સહાય માટે માંગણી કરવામાં આવી હતી. હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા તમામ બાર મૃતકોના પરિવારજનોને એક એક ને પચાસ હજાર કુલ ૬ લાખની સહાય કરવામાં આવી હતી.માર્કેટિંગ યાર્ડ દ્વારા દીવાલ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને છ લાખની સહાય કરવામાં આવી હતી. માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન રણછોડભાઈ પટેલ અને ઉપસ્થિત સભ્યોના હસ્તે મૃતકોના પરિવારના વારસદારોના સહાયના ચેક આપવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.