જીએસટી ચોરી માટે ધરપકડ કરવાના નિયમની છટકબારીનો કરાતો દુરુપયોગ - At This Time

જીએસટી ચોરી માટે ધરપકડ કરવાના નિયમની છટકબારીનો કરાતો દુરુપયોગ


(પ્રતિનિધિ
તરફથી) અમદાવા,શનિવારગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કાયદાની જોગવાઈ હેઠળ રૃા. ૫
કરોડથી વધુ રકમની જીએસટીની ચોરી કરનાર વેપારી કે વ્યક્તિ જ ધરપકડને પાત્ર બનતી
હોવાના નિયમનોે ગેરલાભ ઊઠાવીને પહેલા સંબંધિત વ્યક્તિની ધરપકડ કરીને ત્યારબાદ તેને
મુક્ત કરાવવા માટે એક વ્યક્તિને માથે રૃા. ૫ કરોડથી વધુ રકમની જીએસટીને જવાબદારી
આવતી ન હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. આ કાયદાકીય જોગવાઈ મુજબ કેસ બનાવીને પછી
ચોરીની રકમ એક વ્યક્તિ કરતાં વધુ વ્યક્તિને નામે આવતી હોવાથી એકને માથે રૃા. ૫
કરોડથી વધુ રકમની જીએસટી ચોરીની જવાબદારી આપતી ન હોવાની દલીલ કરીનેે આરોપીને
છોડાવવાની કોશિશ કરવામાં આવી રહ્યો છે.જીએસટીના કાયદા હેઠળ એક વ્યક્તિ કે વેપારીએ રૃા. ૫ કરોડથી
વધુ રકમની જીએસટીની ચોરી કરી હોય તોે તેની ધરપકડ કરી શકાય છે. તેનાથી ઓછી રકમની
ચોરી હોય તો ધરપકડ કરી શકાતી નથી. આ જોગવાઈનો છટકબારી તરીકે ઉપયોગ કરવામાં આવી
રહ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સન કાયદાની આ છટકબારીનો લાભ લેવામાં આવી રહ્યો
હોવાનું જણાવીને અમદાવાદની એક ટેક્સ પેયર્સ માટે કામ કરતી સંસ્થાએ ચોરી કરનારા
વેપારીઓ અને સત્તાવાળા અધિકારીઓનીમિલીભગતમાં આ પ્રકારના કૌભાંડ ન થાય તે માટેના
પ્રયાસ થઈ રહ્યા છે.મેસર્સ તિરૃપતિ કોર્પોરેશન દ્વારા ખેતરમાં ખાતર તરીકે વપરાતા
યુરિયાની થેલીઓનો ગેરકાયદે ઔદ્યોગિક વપરાશ માટેના યુરિયા તરીકે વેચાણ કરવાના
કૌભાંડમાં રૃા. ૭.૩૪ કરોડની જીએસટીની ચોરી કરી હતી. આ આરોપ  હેઠળ જિજ્ઞોશ શાહ અને તેમના પુત્ર કૃણાલ શાહને
જેલને હવાલે કરી દેવામાં આવ્યા હતા. હવે અધિકારીઓ એેક કરતાં વધુ કંપનીઓને માથે
રૃા. ૭.૩૪ કરોડની  જવાબદારી આવતી હોવાનું
જણાવીને એક જ વ્યક્તિને માથે રૃા. ૫ કરોડથી ઓછી રકમની જવાબદારી આવતી હોવાથી
ધરપકડને પાત્ર ન બનતી હોવાની એલીબી (બહાનું) ઊભું કરી રહ્યા હોવાની વાતો વહેતી થઈ
છે. તેમાં મેસર્સ રોશની ફર્ટિલાઈઝર્સ અને સૂર્યા ટ્રેડ લિન્કની
પણ સંડોવણી છે. રોશની ફર્ટિલાઈઝર્સની પ્રમોટર પ્રીતિ શાહ ભાગેડું હોવાનું જાણવા
મળી રહ્યું છે. આ કૌભાંડમાં મેસર્સ ઇન્ડિયન પોટાશ લિમિટેડ - અમદાવાદની પણ સંડોવણી
હોવાનું બહાર આવ્યું છે. તિરૃપતિ કોર્પોરેશન ઉપરાંત ગાયત્રી એન્ટરપ્રાઈસ, મેસર્સ એવોન
એન્ટરપ્રાઈસ અને ફાઈવસ્ટાર એન્ટરપ્રાઈસની પણ તેમાં સંડોવણી છે. અમદાવાદ સ્થિત આ
કંપનીઓનં અસ્તિત્વ જ ન હોવાનં અગાઉ કરેલી તપાસમાં જણાવવામાં આવેલું છે. માત્ર કાગળ
પર જ આ કંપનીઓ અસ્તિત્વ ધરાવે છે. આ કેસમાં પણ એક કરતાં વધુ કંપનીઓના નામો
જીએસટીની ચોરીમાં ચઢાવી દઈને સમાધાન થઈ રહ્યું હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કાયદાની જોગવાઈ હેઠળ વેપારી
દ્વારા રૃા. ૭.૩૪ કરોડની જીએસટીની ચોરી કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું
હતું. સરકારની સબસિડી વાળું યુરિયા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડના યુરિયા તરીકે વેચ્યુ
હતું. તેની આધારે ત્યારબાદ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ લેવામાં આવી હતી. આ રીતે તેઓ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરી કરતા હતા. તેમાં તેમના પુત્ર કૃણાલ શાહ અને પત્ની
પ્રીતિ શાહની સંડોવણી હોવાનું પણ દર્શાવવામાં આવ્યું હતું. આ જ યુરિયા મેસર્સ
ચોકસી કલર્સ લિમિટેડ - વડોદરા,
મેસર્સ રિવરસાઈડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ-મુંબઈ, મેસર્સ કૃષ્ણા ઇમ્પોર્ટ્સ એન્ડ એક્સપોર્ટ સુરતને વેચવામાં
આવ્યું હતું. તિરૃપતિ કોર્પોરેશને બોગસ બિલને આધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી
હતી.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.