CUET UG 2022: જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શક્યા તેમના માટે રી-ટેસ્ટ નહીં લેવાય - At This Time

CUET UG 2022: જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શક્યા તેમના માટે રી-ટેસ્ટ નહીં લેવાય


- આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ CUETની પરીક્ષાનું આયોજન કર્યું છેનવી દિલ્હી, તા. 16 જુલાઈ 2022, શનિવારગત તા. 15 જુલાઈ 2022ના રોજ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) લેવાઈ હતી. દેશની બીજી સૌથી મોટી પરીક્ષા માટે આશરે 14.9 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પરીક્ષાને સવારે અને બપોરે એમ 2 શિફ્ટમાં વહેંચવામાં આવી હતી. CUET અંતર્ગત કોઈ રી-ટેસ્ટ નહીં જે વિદ્યાર્થીઓ તા. 15 જુલાઈના રોજ CUETની પરીક્ષા નથી આપી શક્યા તેમના માટે આ વર્ષે ફરી પરીક્ષા નહીં લેવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શક્યા તેમના માટે ફરી રી-ટેસ્ટનું આયોજન કરવામાં આવશે તેવી અટકળો લગાવાઈ રહી હતી. પરંતુ UGCના ચેરમેન એમ જગદીશ કુમાર દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. પરીક્ષાના કેન્દ્રમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવતા અનેક આશાસ્પદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનું ચૂકી ગયા હતા અને તેમની આ વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ CUETની પરીક્ષાનું આયોજન કર્યું છે.  2 તબક્કામાં પરીક્ષાનું આયોજનવિદ્યાર્થીઓને સગવડ રહે તે માટે આ પરીક્ષાને 2 તબક્કામાં વહેંચી દેવામાં આવી છે જેમાં તા. 15, 16, 19 અને 20 જુલાઈના રોજ લેવાનારી પરીક્ષા માટે 8.10 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવેલી છે. જ્યારે તા. 4, 5, 6, 7, 8 અને 10 ઓગષ્ટના રોજ યોજાનારી પરીક્ષા માટે 6.80 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવેલી છે. બીજા તબક્કામાં NEETની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે દેશના 500થી વધુ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યારે વિદેશમાં 10 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.જલપાઈગુડીના 197 બાળકોને મળશે રી-ટેસ્ટનો લાભ જોકે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ એક ન્યૂઝ એજન્સીને જલપાઈગુડીના 197 બાળકોને રી-ટેસ્ટનો લાભ મળશે તેમ જણાવ્યું હતું. હકીકતે જલપાઈગુડી ખાતેના કેન્દ્રમાં ટેક્નિકલ ખામીના કારણે 197 વિદ્યાર્થીઓ પરીક્ષા નહોતા આપી શક્યા અને તેમને ફરી તક આપવામાં આવશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.