કન્હૈયાલાલ હત્યાકાંડ: NIAના રિમાન્ડ પૂરા થતા કોર્ટે ત્રણેય આરોપીઓને જેલમાં મોકલ્યા
- 28 જૂનના રોજ કન્હૈયાલ સાહુ પર ઉદયપુરમાં તેની દુકાનમાં હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતીઉદયપુર, તા. 16 જુલાઈ 2022, શનિવારરાજસ્થાનના ઉદયપુર કન્હૈયાલાલ હત્યાકાંડ મામલે બે મુખ્ય આરોપીઓ સહિત 3 આરોપીઓને પણ કોર્ટે શનિવારે જેલમાં મોકલી દીધા છે. આ ત્રણેય આરોપીઓ અત્યાર સુધી NIAની રિમાન્ડ પર હતા. કન્હૈયાલાલ હત્યાકાંડની તપાસ કરી રહેલી NIAએ કન્હૈયાલાલ હત્યાકાંડ મામલે મુખ્ય આરોપી રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસ તથા અન્ય આરોપી ફરહાદનો રિમાન્ડ સમય સમાપ્ત થતા શનિવારે NIAની વિશેષ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે ત્રણેય આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.12 જુલાઈના રોજ કોર્ટે રિમાન્ડનો સમય લંબાવ્યો હતોઆ મામલે ધરપકડ કરવામાં આવેલા 7 આરોપીઓને 12 જુલાઈના રોજ અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા. જેમાં 3 આરોપીઓનો રિમાન્ડ સમય 16 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો હતો. જ્યારે આરોપી આસિફ, મોહસીન, વસીમ અલી અને મોહમ્મદ મોહસીનને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 28 જૂનના રોજ કન્હૈયાલ સાહુ પર ઉદયપુરમાં તેની દુકાનમાં હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.