ફેક મેસેજથી સાવધ રહેવા ગ્રાહકોને ટોરેન્ટ પાવરની અપીલ
- કંપની ક્યારેય તેમના કસ્ટમર પાસેથી તેઓની વ્યક્તિગત માહિતી જેમ કે, ક્રેડિટ કાર્ડ, ડેબિટકાર્ડ નંબર, CVV અથવા બેંક OTP નથી માગતીનવી દિલ્હી, તા. 16 જુલાઈ 2022, શનિવારટોરેન્ટ પાવર એ રૂ. 22, 500 કરોડ (અંદાજે 3 અબજ ડોલર)નું ટર્ન ઓવર અને રૂ. 70,000 કરોડની (અંદાજે 9 અબજ ડોલર) માર્કેટ કેપ ધરાવતા વૈવિધ્યપૂર્ણ ટોર્ન્ટ ગ્રુપની તેમજ દેશના પાવર સેક્ટરની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે. જે સમગ્ર પાવર વેલ્યુ ચેન ઉત્પાદન ટ્રાન્સમિશન અને ડીસ્ટ્રીબ્યૂશનમાં પોતાની હાજરી ધરાવે છે.છેલ્લા કેટલાક મહિનાઓથી સમગ્ર દેશમાં છેતરપિંડી આચરનારાઓ તરફથી મોકલવામાં આવતા ફેક SMS અને વોટ્સએપ મેસેજીસમાં વધારો થયો હોવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે. છેતરપિંડી આચરનારાઓ પોતે કંપની તરફથી વાત કરી રહ્યા હોવાનું કહીને કસ્ટમરને ફેક SMS તેમજ વોટ્સએપ મેસેજ મોકલાવી રહ્યા છે. મેસેજમાં તેઓ કસ્ટમરને તેમનું છેલ્લા મહીનાનું બિલ ન ભરેલું હોઈ તો તેમનું પાવર કનેક્શન રાત્રે09:30 /10:30 વાગ્યાના સમયગાળામાં ડિસકનેક્ટ થઈ જશે તેવું જણાવે છે. આ ફેક મેસેજીસમાં કસ્ટમરને મેસેજમાં આપેલા નંબર પર ફોન અથવા મેસેજ કરીને કંપનીના ઓફિસર સાથે સંપર્ક કરવા પણ જણાવવામાં આવે છે.આથી ટોરેન્ટ પાવર તેના તમામ કસ્ટમરોને આવા ફેક મેસેજીસનો પ્રત્યુત્તર ન આપવા કે, આવા ફેક મેસેજીસ પર આપેલ કોઈ પણ નંબર પર ફોન ન કરવા માટે વિનંતી કરે છે. આવા કિસ્સાઓમાં છેતરપિંડી આચરનારા પોતે કોલ સેન્ટર એક્ઝિક્યુટીવ હોવાનું કહી અને ત્યારબાદ જે કસ્ટમરને શંકા નથી જતી તેમની પાસેથી તેમની બેંક એકાઉન્ટ સબંધી વિગતો તેમજ OTP માગવામાં આવે છે અથવા તો પછી તેમને સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે જે કસ્ટમરના મોબાઈલ, લેપટોપ જેવા ડિવાઈસનો સંપૂર્ણ એક્સેસ છેતરપિંડી આચરનારાઓને સોંપી દે છે. જેનાથી તેઓ બેંકીગ સબંધી માહિતીની ચોરી કરી સરળતાથી છોતરપિંડી યુક્ત બેંકીગ ટ્રાન્ઝેક્શન કરી શકે છે.ટોરેન્ટ પાવરની સ્પષ્ટતા- કંપની ક્યારેય તેમના કસ્ટમર પાસેથી તેઓની વ્યક્તિગત માહિતી જેમ કે, ક્રેડિટ કાર્ડ, ડેબિટકાર્ડ નંબર, CVV અથવા બેંક OTP નથી માગતી.- કંપની ક્યારેય તેમના કસ્ટમરને ઓનલાઈન પેમેન્ટમાં મદદ કરવા માટે અથવા પેમેન્ટની ચકાસણી માટે કોઈ પણ સૉફ્ટવેર ડાઉનલોડ કરવામાટે જણાવતી નથી. - કંપની પર્સનલ નંબર દ્વારા ક્યારેય મેસેજીસ કરતી નથી.- ટોરેન્ટ પાવર તરફથી મોકલવામાં આવતા તમામ મેસેજ ઓથોરાઈઝ SMS ગેટવે મારફત TPOWER સેન્ડર ID દ્વારા મોકલવામાં આવે છે.ટોરેન્ટ પાવરની તેના ગ્રાહકોને વિનંતી- હંમેશા બિલની ચુકવણી સિક્યોર પેમેન્ટ ગેટવેના માધ્યમથી અને ઓથોરાઈઝ્ડ સાઈટ / પ્લેટફોર્મ મારફતે જ કરો.- એકાઉન્ટની વિગતો ચકાસવા માટે તેમજ ઉપલબ્ધ ઓનલાઈન પેમેન્ટ વિકલ્પો માટે કંપનીના ઓફિસિયલ કસ્ટમર પોર્ટલwww.connect.torrentpower.comની મુલાકાત લો અને તેનો ઉપયોગ કરો.- બિલિંગ અને પેમેન્ટ માટે અમારી ઓફિસશિયલ મોબાઈલ એપ “Torrent Power Connect” નો ઉપયોગ કરો.- પાવર કનેક્શન અને તે સાથે સબંધિત અન્ય સેવાઓ વિશેની વિગતો જાણવા માટે કંપનીના 24x7 કોલ સેન્ટરનો સંપર્ક કરો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.