મધ્યપ્રદેશ: મગના પાકમાં જંતુનાશક દવાઓના ઉપયોગથી આ ગંભીર બીમારીના વધ્યા કેસ - At This Time

મધ્યપ્રદેશ: મગના પાકમાં જંતુનાશક દવાઓના ઉપયોગથી આ ગંભીર બીમારીના વધ્યા કેસ


ભોપાલ, તા. 16 જુલાઈ 2022 શનિવારમધ્યપ્રદેશના નર્મદાપુરમમાં મગની ખેતીમાં જે રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેનાથી થઈ રહેલા મગને ખાવાથી વિસ્તારમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. આ વિશે ખેડૂતોનુ કહેવુ છે કે રાસાયણિક જંતુનાશકના દવાઓના ઉપયોગથી આ પાક ઝેરીલો થઈ જાય છે.  હરદામાં 100 નજીક પહોંચી કેન્સર દર્દીઓની સંખ્યાએમપીના ખેડૂત મગના પાકમાં જંતુનાશક દવાઓનુ ઝેર વાવીને કેન્સરની ખેતી કરી રહ્યા છે. નર્મદાપુરમમાં ઝેરની આ ખેતી કરવામાં આવી રહી છે. નર્મદાપુરમના ખેડૂતનુ કહેવુ છે કે ઝેરીલા રસાયણથી ઉગાડેલો પાક અમે પોતે ખાતા નથી, એક વર્ષ જૂના મગ ખાઈએ છીએ. હરદાના અન્ય ખેડૂતના જણાવ્યા અનુસાર હરદામાં એક પણ દર્દી નહોતો આજે અમારે અહીં કેન્સરના લગભગ 100 દર્દી છે. ઝેરીલા રાસાયણિક જંતુનાશક જમીનને બનાવી દે છે ઉજ્જડ આજે દેશમાં ખેતીમાં ખેડૂત ઝેરીલા રાસાયણિક જંતુનાશકો દવાઓનો અંધાધૂંધ અને અસંતુલિત ઉપયોગ કરી રહ્યા છે. આ જંતુનાશકોના ઉપયોગથી ના માત્ર જમીન ઉજ્જડ થાય છે પરંતુ આ જંતુનાશક જમીનમાં રહીને ભૂજળને પણ ઝેરીલુ બનાવી રહ્યા છે. ભલે જંતુનાશક પાકને બચાવવાનુ કામ કરી રહ્યા હોય પરંતુ આ પાક દ્વારા આપણા ભોજનમાં ધીમુ ઝેર પીરસાઈ રહ્યુ છે.મગના પાકમાં છુટથી થઈ રહ્યો છે ઝેરીલા જંતુનાશકોનો ઉપયોગમગના ઉત્પાદનમાં દેશમાં નંબર વન મધ્યપ્રદેશમાં મગના પાકમાં ઝેરીલા રાસાયણિક જંતુનાશકો દવાઓનો ખૂબ ઉપયોગ કરી રહ્યુ છે. મગ જેને પોષકતત્વોનો ખજાનો કહેવામાં આવે છે. જેમાંથી આયર્ન, મિનરલ, પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન એ, વિટામિન બી, વિટામિન ઈ જેવા તમામ તત્વ ભરપૂર પ્રમાણમાં મળે છે. જેના કારણે શરીરને કેટલીય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી બચાવી શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.