બોટાદ જિલ્લામાં ૧૮થી ૫૯ વર્ષની વયના લોકોને નિઃશુલ્ક પ્રીકોશન ડોઝ આપવાના અભિયાનનો શુભારંભ - At This Time

બોટાદ જિલ્લામાં ૧૮થી ૫૯ વર્ષની વયના લોકોને નિઃશુલ્ક પ્રીકોશન ડોઝ આપવાના અભિયાનનો શુભારંભ


બોટાદ જિલ્લામાં ૧૮થી ૫૯ વર્ષની વયના લોકોને નિઃશુલ્ક પ્રીકોશન
ડોઝ આપવાના અભિયાનનો શુભારંભ
*****
જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો પર
કરવામાં આવી રહ્યું છે રસીકરણ
*****
રસીકરણ કેન્દ્રો પર પ્રીકોશન ડોઝ લેવા માટે બોટાદવાસીઓમાં અનેરો ઉત્સાહ
*****
૧૫ જુલાઈથી ૭૫ દિવસ માટે કોરોના રસીનો પ્રીકોશન ડોઝ
નિઃશુલ્ક આપવાના અભિયાનની શરૂઆત
*****
માહિતી બ્યુરો,બોટાદ:- “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તા.૧૫ જુલાઈથી ૭૫ દિવસ માટે નિઃશુલ્ક પ્રીકોશન ડોઝ આપવાનું સરકારશ્રી દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું છે. તે અંતર્ગત બોટાદ જિલ્લામાં ૧૮થી ૫૯ વર્ષની વય સુધીના લોકોને કોવિડ -૧૯ રસીનો પ્રીકોશન ડોઝ નિઃશુલ્ક આપવાના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.

બોટાદમાં રસીકરણ કેન્દ્રો પર રસી લેવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૧૮થી ૫૯ વર્ષની વ્યક્તિઓ માટે હાલ બોટાદ જિલ્લાના તમામ પ્રા. આ. કેન્દ્રો, શ. આ. કેન્દ્રો તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો પર નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

હાલ બોટાદ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણની ગતિ ધીમી પડી છે, પરંતુ ભવિષ્યમાં કોરોના સંક્રમણની ચોથી લહેર આવવાની સંભાવનાને ધ્યાને રાખી લોકો ઝડપથી કોરોના રસીકરણનો પ્રીકોશન ડોઝ લેશે તો આગામી સમયમાં કોરોના સંક્રમણની ભયજનક પરિસ્થિતિનો સામનો કરી શકાશે. જેથી બોટાદ જિલ્લાના ૧૮થી ૫૯ વર્ષની ઉંમરના તમામ લોકો નિઃશુલ્ક કોરોના રસીનો પ્રીકોશન ડોઝ તેવી લે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.