*ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલ ખાતે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત કાર્યક્રમ યોજાયો* - At This Time

*ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલ ખાતે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો*


*વંદે ગુજરાત વિકાસ યાત્રા*
---------------
*ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલ ખાતે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત કાર્યક્રમ યોજાયો*
---------------
*ગઢડા શહેરી વિસ્તારના જન સુખાકારીના વિવિધ કામો માટે રૂા.૧.૩૬ કરોડના લોકાર્પણ/ખાતમૂહુર્તના કામોની જાહેરાત કરતાં ગઢડા નગરપાલિકા0ના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન મેર*
-------------
*ગઢડા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન મેરના હસ્તે ગઢડાના ૨૦ શહેરીજનોને વિવિધ યોજનાકીય લાભોથી કરાયાં લાભાન્વિત*
------------

માહિતી બ્યુરો, બોટાદ :- આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે "વંદે ગુજરાત વિકાસ યાત્રા" નો રથ આજે ગઢડાની એમ.એમ.હાઇસ્કૂલ ખાતે આવી પહોંચતા ગઢડા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન મેર, ઉપ પ્રમુખ શ્રી બુધાભાઇ પરમાર, જિલ્લાના અગ્રણી શ્રી સુરેશભાઇ ગોધાણી સહિત ગઢડાના શહેરીજનો દ્વારા રથનું હર્ષભેર સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે ગઢડા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન મેરે છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોની માહિતી આપી હતી તેમજ સરકારશ્રીની જન કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ લેવાની હિમાયત કરી હતી. આ અવસરે પ્રમુખ શ્રીમતી હર્ષાબેન મેરે ગઢડા શહેરી વિસ્તારમાં પેવર બ્લોક, રોડ, PVC પાઇપલાઇન, ગટરલાઇન સહિતના જન સુખાકારીના કામો માટે રૂ.૪૮ લાખના ખર્ચેના ૫ કામોનું લોકાર્પણ, રૂ. ૮૮ લાખના ખર્ચેના ૨૮ કામોનું ખાતમૂહુર્ત સહિત કુલ રૂા.૧.૩૯ કરોડના વિવિધ કામોના લોકાર્પણ/ખાતમૂહુર્તની જાહેરાત કરી હતી. આ પ્રસંગે જિલ્લાના અગ્રણીશ્રી સુરેશભાઇ ગોધાણીએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.
ગઢડા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન મેર સહિત અન્ય મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના- ૨.૦, સ્કૂલ કિટ્સ, PMJAY યોજનાના ગઢડા શહેરી વિસ્તારના કુલ-૨૦ લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરીને લાભાન્વિત કરાયાં હતાં

આ પ્રસંગે વીસ વર્ષની વિકાસગાથા અંગેની શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. પ્રારંભે ગઢડાના ચીફ ઓફીસર શ્રી પ્રેરકભાઇ પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતીહતી.

આ વેળાએ ગઢડાના મામલતદારશ્રી, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એમ.ખેર, નગરપાલિકાના સદસ્યશ્રીઓ સહિત તાલુકાના અધિકારીશ્રીઓ-પદિધિકારીશ્રીઓ, લાભાર્થીઓ,ગઢડાના શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.