મનપાની ફૂડ શાખાનો દરોડો : ૩ સ્થળોએથી ૩૧ કિલો વાસી નોનવેજ નાશ
રાજકોટ, તા. ૧૬: મનપાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જે અન્વયે ભગવતીપરા મેઇન રોડ વિસ્તારમાં ૬ સ્થળોઓથેી ૩૧ કિલો વાસી નોનવેજનો જથ્થો ઝડપાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો જયારે ચુનારાવાડ ચોકમાં આવેલ મહાદેવ ડેરી ફાર્મમાંથી વાસી ૯ કિલો મીઠાઇનો નાશ કરાયો હતો. આ ઉપરાંત વિવિધ વિસ્તારમાંથી ચોકલેટ જેલી બરફી, ઇંડાકરી, શીખંડ સહિતના પાંચ નમૂના લેવામાં આવ્યા છે.
મીઠાઇનો નાશ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અનુસંધાને દૂધ સાગર માર્ગ, શિવાજી નગર-૧, ચુનારાવાડ ચોક પાસે આવેલ મહાદેવ ડેરી ફાર્મમાં ચકાસણી કરેલ તપાસ દરમિયાન અનહાઇજીનીક રીતે સ્ટોરેજ કરેલ વાસી મીઠાઇના ૦૯ કિલો જથ્થાનો નાશ કરેલ તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે તથા ફૂડ રજીસ્ટ્રેશન માંથી ફૂડ લાઇસન્સ મેળવી લેવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્થળ પરથી ચોકલેટ જેલી બરફીનું સેમ્પલ લેવામાં આવેલ.
પાંચ નૂમના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા નમૂના ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ (૧) ચોકલેટ જેલી બરફી (લુઝ)નો મહાદેવ ડેરી ફાર્મ -દૂધ સાગર રોડ, ચુનારાવાડ ચોક પાસે, શિવાજી નગર-૧ ખાતેથી (૨) ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ -લુઝ) સુરતી એગ મસ્તી -પ્લોટ નં-૬, ગેલેકસી પાર્ક-૨, મોટા મૌવા સર્વે નં. ૩, કિંગ્સ ક્રાફ્ટ હોટેલ પાછળ, કાલાવડ રોડમાંથી (૩) ઈંડા કરી (પ્રિપેર્ડ -લુઝ) પટેલ એગ ઝોન -સેરેમની કલબની બાજુમાં, કિંગ્સ ક્રાફ્ટ હોટેલ વાળી શેરી, મોટા મૌવામાંથી (૪) ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ -લુઝ)ૅં સ્થળ –ખ્-૧ કેટરર્સ -ફૂલછાબ ચોક, નુતન પ્રેસ રોડ, સદર બજાર રોડ, પરની (૫) શ્રીખંડ (લુઝ) જય માટેલ સ્વીટ એન્ડ નમકીન -રામનગર ૪/૫, અમરનાથ સ્કૂલ પાસે, નવા થોરાળા, ૮૦' ફૂટ રોડ સહિતના પ નમૂના લેવામાં આવ્યા છે.
૩૧ કિલો વાસી નોનવેજનો નાશ
ફૂડ વિભાગ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ભગવતીપરા મેઇન રોડ ખાતે આવેલ નોનવેજનું વેચાણ કરતી ૬ પેઢીમાં તપાસ કરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ તપાસ દરમિયાન (૧) તાજ કેટરર્સ- ૧૫ કિ.ગ્રા. (૨) ન્યુ કિસ્મત આમદાવાદી તવા -૧૨ કિ.ગ્રા.(૩) જીલાની કેટરર્સ- ૦૪ કિ.ગ્રા. બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં ખુલ્લા રાખેલ તેમજ સંગ્રહ કરેલ વાસી નોનવેજ ખાધ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ તથા ૩ વેપારીને હાઇજીનિક કંડીશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા અંગે નોટિસ આપવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.