BSNL નાં ટાવરમાંથી બેટરી સહિતનો સામાન ચોરનાર પરપ્રાંતિય ઝડપાયો
- કોઠારીયા, વડોદ, ફુલગ્રામ, ગોસળ, દેવળીયા ગામે આવેલા- બેટરી, એજીસી અને ટીજીટી કાર્ડ તેમજ કેબલ સહિત રૂા. 5,08,050 નો મુદામાલ જપ્ત કરાયો સુરેન્દ્રનગર : જિલ્લામાં આવેલા બી.એસ.એન.એલ.નાં ટાવરોમાં ચોરી કરનાર શખ્સને સુરેન્દ્રનગર એલ.સી.બીની ટીમે રૂા. ૫,૦૮,૦૫૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આ અંગેની વિગત એવી છેકે,ં બી.એસ.એન.એલના ટાવરમાંથી કેબલવાયર, બેટરી તથા અન્ય વસ્તુઓની ચોરી કરી વસ્તુઓ એક સફેદ કલરની બોલેરો ગાડીમા ભરી લીંબડીથી સુરેન્દ્રનગર તરફ ભંગારના ડેલાઓમાં વેચવા માટે એક શખ્સ નીકળનાર હોવાની બાતમી મળી હતી. તેના આધારે એલ.સી.બી.ની ટીમે વઢવાણ-નાના કેરાળા રોડ ઉપર વોચ ગોઠવી બાતમી વાળી ગાડી નીકળતા મુળ રાજ સ્થાનના અને હાલ લીંબડી રહેતા ચુનીલાલ ભૈરૂલાલ ગુજ્જર નામના શખ્સને ઝડપી લીધો હતો. તપાસ કરતા ગાડીમાંથી ચોરી કરેલી બેટરી, એ.જી.સી. કાર્ડ, ટી.જી.ટી. કાર્ડ, કેબલ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો. જેથી ગાડી સહિત કુલ રૂા.૫,૦૮,૦૫૦નો મુદામાલ જપ્ત કરી પુછપરછ કરતા ચુડા તાલુકાનાં ભૃગુપુર ગામનાં રામાભાઈ મીર અને ભરતભાઈ સાજણભાઈ મીર સાથે મળીને કોઠારીયા, વડોદ, ફુલગ્રામ, ગોસળ, દેવળીયાના ગામોમાં આવેલા બી.એસ.એન.એલના ટાવરમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. સરકારી ટાવરમાં કોઈ વોચમેન રાખવામાં આવતા ન હોવાથી તેઓ ટાવરોનેે નિશાન બનાવતા હતા. ત્રણ-ચાર દિવસ રેકી ચોરીને અંજામ આપતા હતા. રામાભાઈ ટાવર ઉપર ચડી કટર વડે કેબલ કાપતા તેમજ ચુનીલાલ અને ભરતભાઈ ડીસમીસથી કાર્ડ વિગેરે કાઢી ચોરી કરતા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.