સાંસદ આદર્શ ગામ યોજના માં રૈયોલી ગામનો સમાવેશ કરતા પંચમહાલના માનનીય સંસદસભ્ય શ્રીરતનસિંહ રાઠોડ
"
*રૈયોલી ગામ હંમેશા વિકાસથી વંચિત જ રહ્યું છે*
*આઝાદીના 70 વર્ષ પછી પણ સિંચાઈ સુવિધાથી વંચિત*
*વિશ્વના ત્રીજા નંબરનું અને દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર પાર્ક હોવા છતાં વિકાસથી વંચિત એટલે રૈયોલી ગામ*
*રૈયોલી ગામ માં બબ્બે મુખ્યમંત્રીશ્રીઓ ડાયનાસોર પાકૅ નુ ઉદ્ઘાટન કરી ચૂક્યા છે*
*સાંસદ આદર્શ ગામ યોજના માં સમાવેશ કરવાથી રૈયોલી ગામ ના ગ્રામજનોની હવે વિકાસ થશે તેવી આશા જાગી છે*
*રૈયોલી ગામ ની બંને બાજુ નજીકમાં જેઠોલી તેમજ ઘુવડીયા સિંચાઈ તળાવ હોવા છતાં પણ સિંચાઈ સુવિધાથી વંચિત*
*જિલ્લાના વડામથક લુણાવાડા થી ડાયનાસોર પાર્કને જોડતી એસ.ટી.ની સુવિધા નથી*
*જિલ્લાના વડામથક થી કપડવંજ દહેગામ ગાંધીનગર અમદાવાદ એસ.ટી બસના રૂટ ચાલુ કરી શકાય*
બાલાસિનોર થી આશરે 12 કિલોમીટર અંતરે આવેલું વિશ્વના ત્રીજા નંબરનું અને ભારત દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર ફોસિલ પાર્ક એટલે કે રૈયોલી ગામ રૈયોલી ગામ ને પંચમહાલ લોકસભાના સંસદ એવા રતનસિંહ રાઠોડ સાહેબ સંસદ આદર્શ ગામ માં સમાવેશ કરીને રૈયોલી ગામ ને વિકાસ કરવાનું ભગીરથ કામ કર્યું છે
આદર્શ ગામ યોજના માં સમાવેશ કરવા માટે ગામના અગ્રણી યુવા આગેવાન છત્રસિંહ કે. ચૌહાણ કે જે મહિસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે જેઓ વ્યવસાયે પત્રકાર છે તથા સરપંચશ્રી ના પ્રતિનિધિ કે.કે. વણકરની સચોટ રજૂઆતના પગલે માનનીય સંસદસભ્યશ્રી રતનસિંહ રાઠોડ સાહેબ દ્વારા સાંસદ આદર્શ ગામ તરીકે રૈયોલી ગામ નો સમાવેશ કર્યો હતો..
સમસ્ત રૈયોલી ગામ સંસદસભ્યશ્રી રતનસિંહ રાઠોડ સાહેબ નો ખુબ ખુબ આભાર માને છે..
સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત બેઠકમાં હાજર રહેવા બાબત.
માન.સંસદ સભ્યશ્રી દ્વારા તેઓશ્રીના મતવિસ્તારમાંથી એક ગ્રામ પંચાયત દત્તક લઈ તેનો સર્વગ્રાહી અને સર્વસમાવેશીય વિકાસ કરવાનો થાય છે.
જે બાબતે આજરોજ વહીવટી તંત્ર દ્વારા યોજનાના સુચારૂ અમલીકરણ અર્થે મહિસાગર જિલ્લામાંથી બાલાસિનોર તાલુકાના રૈયોલી ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવેલ છે. જેથી રૈયોલી ગ્રામ પંચાયતના રેન્કીંગ અને સ્કોર બાબતે SAGY પોર્ટલ માહીતી અપલોડ કરવામાં આવેલ હતી, જેના અનુસાંધાને ગુજરાત રાજ્યમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગ્રામ પંચાયતનો સ્કોર તથા ટેંક નક્કી થયેલ છે. જેના અનુસંધાને ગ્રામ પંચાયત રૈયોલીની માહિતી સાથે તથા રેંકીંગના સુધારા અંગે આગોતરા આયોજન સાથે તા.૧૫/૦૭/૨૦૨૨ના રોજ ૦૪.૩૦ કલાકે પ્રાંત કચેરી,બાલાસિનોર ખાતે બેઠક મળેલ માં હતી. જેમાં નીચે મુજબના અધિકારી તથા પદાધિકારીઓ હાજર રહેલ હતા.
(૧) મામલતદારશ્રી,બાલાસિનોર
(૧) તાલુકા વિકાસ અધિકારીશ્રી,બાલાસિનોર
(૩) તાલુકા હેલ્થ ઓફીસરશ્રી,બાલાસિનોર
(૪) ખેતીવાડી અધિકારીશ્રી,ખેતીવાડી,બાલાસિનોર
(૫)સી.ડી.પી.ઓશ્રી.(ICDS)શ્રી, તાલુકા પંચાયત,બાલાસિનોર
(૬) તાલુકા પ્રા.શિક્ષણાધિકારીશ્રી, તાલુકા પંચાયત,બાલાસિનોર
(૭) નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી,નાની સિંચાઇ,તાલુકા પંચાયત,બાલાસિનોર
(૮) નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી,માર્ગ અને માકન (પંચાયત),બાલાસિનોર
(૯) નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી (MGVCL) ગ્રામ્ય, બાલાસિનોર
(૧૦) આચાર્યશ્રી,આઇ.ટી.આઇ કોલેજ,બાલાસિનોર
(૧૧) તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ પંચાયત, રૈયોલી તા.બાલાસિનોર
(૧૨) મહેસુલી તલાટીશ્રી, રૈયોલી સેજો.
(૧૩) સરપંચશ્રી,ગ્રામ પંચાયત રૈયોલી. તથા સાંસદ ના પ્રતિનિધિ અજયભાઈ દરજી
હાજર રહેલ હતા..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.