વિસાવદરના કૃષ્ણ નગર માં કાદવ કીચડ ના સામ્રાજ્ય થી લોકો થયા પરેશાનનગર પાલિકા ના સતાધીસો ધોર નીંદર મા
વિસાવદરના કૃષ્ણ નગર માં કાદવ કીચડ ના સામ્રાજ્ય થી લોકો થયા પરેશાનનગર પાલિકા ના સતાધીસો ધોર નીંદર મા
વિસાવદર માં આવેલી કૃષ્ણ નગર સોસાયટી ના છેવાડા ના વિસ્તાર મા કાદવ કીચડ થીઆ વિસ્તારના રહીશો ખુબજ પરેશાની ઓનો સામનો કરીરહયા છે આ બાબતે આ વિસ્તાર ના રહીશો દ્વારા અવાર નવાર નગરપાલિકા માં જાણ કરવામાં આવેલી હોવા છતાં પણ વિસાવદરના પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરી રહયા છે
હાલ ચોમાસા ની ઋતુ ચાલી રહી હોય કોરોના પણ ફરી માથું ઊંચકી રહ્યો હોય સરકાર દ્વારા સ્વછતા માટે લખ લૂંટ ખર્ચ કરવામાં આવીરહ્યોં હોય ત્યારે આ ગંદકી થી ખદબદ તા આ વિસ્તારમાં ભયંકર રોગચારો ફેલાવવાની પણ પૂરેપૂરી શકયતા ઓ રહેલી છે લોકો દ્વારા જવાબદાર તંત્રને આ બાબતે અવાર નવાર જાણ કરવા છતાં પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી તો તંત્ર દ્વારા કોઈ મોટી ઘટના બને તેની રાહ જોવામાં આવી રહી હોય એવું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે
વિસાવદર ની કૃષ્ણ નગર સોસાયટી ના છેવાડા ના વિસ્તારમા કાદવ કીચડ એટલી હદે છે કે અવિસ્તારના રહીશો અત્યારે આ ગંદકી ના સામ્રાજ્ય થી ત્રાહિમામ પોકારી ઉઠ્યાછે
ગુજરાત ની ભાજપ સરકાર વન્દે ગુજરાત નો રથ ગામે ગામ ફેરવીને પોતાની સરકાર ની કામગીરી ની વાહ વાહી કરાવી રહી છે ત્યારે વિસાવદર ની કૃષ્ણ નગર સોસાયટી ના છેવાડા ના વિસ્તાર ની વાસ્તવિકતા દ્રષ્યો જોઈને કોઈ પણ વ્યક્તિ કહેજ કે વિસાવદર મા તો ભાજપ નો વિકાસ ગાંડો થયો છે હાલના તબ્બકે ત્યાંના રહીશો ની વેદના એછે કેઅહીંયા નથી ડ્રેનેજ ની કોઈ વ્યવસ્થા કે નથી પાકા રોડ રસ્તા ની વ્યવસ્થા લોકો દ્વારા વિસાવદર નગરપાલિકા ના ચૂંટાયેલા કોર્પોરેટર ને રજુવાત કરેલ તેમજ પાલિકા પ્રમુખ ને પણ આ બાબતની રજુવાત કરેલ પરંતુ અહીંના રહીશો ના પ્રશ્નનુ કોઈપણ જાતનું આજસુધી નિરાકરણ આવેલ નથી ત્યારે સોસાયટી ના રહીશોનું કહેવું છે કે અમારી બાજુની ગલીમાં માનવ વસવાટ નથી ત્યાં મોરમ અને ટાયસ નાખવામાં આવેલી છેઅને ત્યા વગર માનવ વસવાટ પહેલા ડ્રેનેજ ની લાઈન પણ પહોંચતી કરવામાં આવેલ છે તે પ્લોટ નગર પાલિકા ના કોઈ પદાધિકારીનોછે હાલમાંકાદવ કીચડ ના સામ્રાજ્ય મા રહેતા ત્યાંના રહીશો મીડિયા સામે પોતાની વ્યથા ની રજુવાત કરેલ અને મીડિયા દ્વારા સોસાયટી ની મુલાકાત લેતા આ વિસ્તારના દ્રષ્યો જોતા તો એવું લાગી રહ્યું છે કે કોઈ જંગલ મા તો નથી આવી ગયા ને અહીંના કાદવ કીચડ મા રાહદારી ઓ અને આવિસ્તાર ના લોકોને ચાલવા ની તો ઠીક પણ વાહન લઈને જવામાં પણ હાલ ખુબજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે તેવી સ્થિતિ નુ નિર્માણ થયેલ છે
હાલ આ વિસ્તાર મા કોઈ રીક્ષા કે શાકભાજી કે દૂધ દેવા વાળા પણ આવવા માટે તૈયાર નથી તો આવિસ્તારની હાલત કેટલી ખરાબ હશે એ વિસે તો અહીં વસતા રહીશો ને જ ખ્યાલ હોય જવાબદાર તંત્રના જવાબદાર અધિકારીઓ એ.સી. ઓફિસો મા બેસી કાગળ ઉપર સ્વછતા ના નામે મસમોટા બિલો મૂકી પોતાના ખિસ્સાઓ ગરમ કરતા હશેકે એ બાબતનો પણ હાલ લોકોમાં સવાલ ઉઠવા પામ્યો છે
હાક આ ચોમાસા ની ઋતુ ચાલી રહી હોય આ કારણે મચ્છરો નો પણ અહીં ખુબજ ઉપદ્રવ વધ્યો હોય આ કારણે આ વિસ્તારના ન કરે નારાયણ ને કોઈ બીમાર પડેતો 108 પણ આ વિસ્તાર માં જઇ સકે તેમ ન હોય તેવી પરિસ્થિતિ આ વિસ્તારની છે
લોકો પાસે મત માગવા સમયે નેતાઓ લોકોને માત્ર અને માત્ર ઠાલા વચનો આપી ચાલ્યા જતા હોય છે પરંતુ ખરા સમયે તેઓ પણ ફરકતા નથી હોતા
ત્યારે વિસાવદર નગરપાલિકા ના સતાધિસો અધિકારી ઓ પદાધિકારી ઓ દ્વારા આ વિસ્તારમાં રોડ સામાટે નથી બનાવતા એ પણ સમજાતું નથી કે પછી તે સોસાયટી નો રોડ કાગળ ઉપર બનાવી ને જ સંતોસ માની લીધો છે કે પછી.....??? કે પછી ઈરાદા પૂર્વક ત્યાંના રહીશો ને રોડ ની સુવિધાથી વીંચિત રાખવામા આવી રહયા હોય એવું લાગી રહ્યું છે
કુંભ કર્ણ ની નિંદ્રા મા પોઢેલુ
જવાબદાર તંત્ર જાગી આવિસ્તારના લોકોની વેદના તાત્કાલિક કાર્યવાહી કરાવી દૂર કરાવે છે કે પછી......? એ તો હવે લોકોએ જોવુજ રહ્યું
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.