સિદ્ધુ મૂસેવાલાએ પોતાનો જીવ બચાવવા ઓફર કર્યા હતા 2 કરોડ : રીપોર્ટ - At This Time

સિદ્ધુ મૂસેવાલાએ પોતાનો જીવ બચાવવા ઓફર કર્યા હતા 2 કરોડ : રીપોર્ટ


નવી મુંબઇ, તા. 15 જુલાઇ 2022, શુક્રવાર પંજાબી સિંગર શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ માનસા નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબ સરકારે રાજ્યમાં અન્ય ઘણા લોકો સાથે તેમની સુરક્ષા કવચ ઘટાડી દીધાના એ જ દિવસે હત્યા કરી દેવામાં આવી હતી. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. કેનેડામાં સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે એક વીડિયો જાહેર કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગોલ્ડી બરાડે કહ્યું કે, "સિદ્ધુ મુસેવાલાએ તેનો જીવ બચાવવા માટે તેને 2 કરોડ રૂપિયાની ઓફર કરી હતી."આ વીડિયોમાં ગોલ્ડી બરાડ માસ્ક પહેરેલો જોવા મળે છે, પરંતુ પંજાબ અને દિલ્હી પોલીસે તેના અવાજની પુષ્ટિ કરી છે.  ગોલ્ડી બરાડે કહ્યું કે, "ચૂંટણી દરમિયાન મૂસેવાલાના લોકોએ તેમને કહ્યું હતું કે, તમે તેમનો જીવ બચાવો, તો તમને 2 કરોડ રૂપિયા આપવામાં આવશે. જે બાદ તમારે ગુરુદ્વારા સાહિબમાં જઇને કસમ ખાવી પડશે કે, તમે સિદ્ધુ મુસેવાલાને કંઈ નહીં કરો."ગોલ્ડી બરાડે જણાવ્યું કે, તેણે આ ઓફર ઠુકરાવી દીધી કારણ કે, તે કોઈ પણ સંજોગોમાં સમાધાન કરશે નહી.  વીડિયોની સત્યતા આ જાહેર થયેલા વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. કારણ કે વીડિયોની સત્યતા ચકાસવાનું કામ સુરક્ષા એજન્સીઓનું છે. વીડિયોમાં, સિદ્ધુ મુસેવાલાની હત્યાની સંપૂર્ણ જવાબદારી ગોલ્ડી બરાડે લીધી અને કહ્યું કે 'અમારા બે ભાઈઓની હત્યામાં કોઇને કોઇ રીતે હાથ હતો. એટલા માટે અમે બંનેના નુકસાનની ભરપાઈ કરી છે. અમને સિદ્ધુની હત્યાનો કોઈ પસ્તાવો નથી.મિટ્ટુખેડા અને ગુરલાલ બરાડની હત્યા વિશે વાત કરતાં ગોલ્ડી બરાડે કહ્યું કે,"તેમની હત્યાના કેસમાં કાયદાએ યોગ્ય રીતે કામ કર્યું નથી. કાયદાએ પોતાનું કામ નથી કર્યું એટલે અમે હથિયાર ઉઠાવીને બદલો લઇ લીધો."ગોલ્ડી બરાડે કહ્યું કે 'લોકો અમને ખરાબ કહે છે, પરંતુ અમે ખરાબ એટલા માટે છીએ કારણ કે લોકો સારા લોકોના ઘરને ઉજાડી નાખે છે. આજે સિદ્ધુ મુસેવાલાના મૃત્યુ પછી તેમને શહીદ અને યોદ્ધા કહેવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યારે તેઓ જીવતા હતા ત્યારે 95 ટકા લોકો તેમની ટીકા કરતા હતા. સિદ્ધુને ખબર હતી કે, અમે તેનું મર્ડર કરવાના છીએ અને અમે તેને બતાવ્યા પછી જ તેની હત્યા કરી.  અમારે બદલો લેવો જ હતો અને અમે વેર લઈને બતાવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.