મોટી જાહેરાત : 15મી ઓગષ્ટે શાળા, કોલેજો, સરકારી ઓફિસોમાં રજા નહિ મળે - At This Time

મોટી જાહેરાત : 15મી ઓગષ્ટે શાળા, કોલેજો, સરકારી ઓફિસોમાં રજા નહિ મળે


અમદાવાદ,તા.15 જુલાઈ 2022,શુક્રવારઆગામી મહિને 15મી ઓગષ્ટ 2022ના રોજ દેશભરમાં આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે. રાષ્ટ્રીય તહેવારના આ દિવસે સામાન્ય રીતે દેશભરની શાળા, કોલેજો, યુનિવર્સિટી અને સરકારી કચેરીઓમાં જાહેર રજા હોય છે પરંતુ સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.આ વખતે ઉત્તર પ્રદેશમાં સ્વતંત્રતા દિવસ 2022ના અવસર પર રજા આપવામાં આવશે નહીં. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે, તે સંદર્ભે યોગી સરકારે આ નિર્ણય લીધો છે. 15 ઓગસ્ટના રોજ રાજ્યમાં કોઈપણ શાળા, કોલેજ, યુનિવર્સિટી, સરકારી અથવા બિન સરકારી કચેરીઓ અને બજાર બંધ રહેશે નહીં. 15 ઓગસ્ટ 2022ના રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો આઝાદીના આ દિવસે યોજાશે.યુપીના મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ કહ્યું કે ભારતની આઝાદીના અમૃત ઉત્સવ પર આયોજિત આ વર્ષનો સ્વતંત્રતા દિવસ ખાસ છે. આ વખતે 11થી 17 ઓગસ્ટ દરમિયાન સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો છે. આ દરમિયાન દરેકના ઘર, સરકારી બિન-સરકારી કાર્યાલયો, સંસ્થાઓ, જાહેર સ્થળો પર તિરંગો ફરકાવવો જોઈએ તેવી ઈચ્છા સરકારની છે. તેમણે કહ્યું કે આવી તક ભવિષ્યમાં 25 વર્ષ પછી જ મળશે માટે દેશભર અને રાજ્યમાં એવું વાતાવરણ હોવું જોઈએ કે આખી દુનિયાની આંખો ખુલ્લી રહે.સ્વતંત્રતા સપ્તાહનો ઉત્સવ માત્ર સરકારી કાર્યક્રમ ન હોવો જોઈએ પરંતુ તે દરેક નાગરિકનો કાર્યક્રમ હોવો જોઈએ. આ અવિસ્મરણીય અવસર પર કોઈએ રજા માણવા ન જવું જોઈએ. આખા સાત દિવસ ઉત્સવનું વાતાવરણ રહે. મુખ્ય સચિવે સ્વૈચ્છિક સંસ્થાઓને અપીલ કરી છે કે આવી સામાજિક સંસ્થાઓ વર્ષોથી જનતાની વચ્ચે સેવાકીય કાર્ય કરી રહી છે તેઓ લોકોને જોડો. CM યોગીએ પોસ્ટર રિલીઝ કર્યું આ પહેલા 12 જુલાઈ, 2022ના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં અમૃત મહોત્સવને લઈને રચાયેલી રાજ્ય સ્તરીય સમિતિની બેઠક CM હાઉસમાં મળી હતી. આ દરમિયાન તેમણે સંસ્કૃતિ વિભાગના કોમ્યુનિટી રેડિયો જયઘોષનું થીમ સોંગ અને 'હર ઘર તિરંગા' કાર્યક્રમનું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.