ભડકાઉ નિવેદનઃ અજમેર દરગાહના ખાદિમને પકડવા માટે પોલીસે મુસ્લિમનો વેશ ધારણ કર્યો
નવી દિલ્હી,તા.15 જુલાઈ 2022,શુક્રવારનુપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ જવાબમાં ભડકાઉ નિવેદન આપનારા અજમેર દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તી આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે.મળતી વિગતો અનુસાર પોલીસે હૈદ્રાબાદથી તેમની ધરકડ કરી હતી. પોલીસને બાતમી મળ્યા બાદ જ્યારે પકડવા પહોંચી ત્યારે ચિશ્તીએ મકાનના પહેલા માળની બારીમાંથી કુદવાનો પણ પ્રયત્ન કર્યો હતો.ચિશ્તીને હૈદ્રાબાદમાં સંતાવામાં બંગડીના વેપારી અહેસાનુલાહ ઉર્ફે મુન્નવરે મદદ કરી હતી. બંને એક બીજાને વીસ વર્ષથી ઓળખે છે.પોલીસના કહેવા પ્રમાણે ગૌહર 30 જૂને જયપુરથી વિમાનમાં બેસીને હૈદ્રાબાદ ગયા હતા. પોલીસને ચિશ્તી હૈદ્રાબાદમાં હોવાની બાતમી મળી હતી. ગૌહરે પોલીસથી બચવા માટે એક જુલાઈએ મુનવ્વરનો મોબાઈલ વાપર્યો હતો.પાંચ પોલીસ કર્મીઓની ટીમે ગૌહરને પકડવા માટે મુસ્લિમ વેશ ધારણ કર્યો હતો.પોલીસે મુસ્લિમ હોવાનુ સાબિત કરવા માટે નમાઝ પણ પઢી હતી.અજમેર પોલીસને શંકા હતી કે, ગૌહર જે વિસ્તારમાં છે તે વિસ્તારના પોલીસ મથકની પોલીસનો સહકાર લેવાના કારણે આખી વાત લીક થઈ શકે છે એટલે અન્ય વિસ્તારના પોલીસ મથકની પોલીસની મદદ અજમેર પોલીસે લીધી હતી.પોલીસને જોઈને ગૌહર અને મુનવ્વરે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસ જવાનો પર હુમલો પણ કર્યો હતો. પોલીસ ગૌહરના બેન્ક એકાઉન્ટની તપાસ પણ કરી રહી છે. કારણકે આ એકાઉન્ટમાંથી 17 જૂને 20 લાખ રુપિયાનુ ટ્રાન્ઝેક્શન પણ થયુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.