વધુ એક એરલાઈન્સનો ધબડકો: દિલ્હીથી વડોદરા જતી ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરાઇ, DGCAનો તપાસનો આદેશ
નવી દિલ્હી,તા.15 જુલાઇ 2022,શુક્રવારભારતની સૌથી સસ્તી અને સારી એરલાઈન્સ ગણાતી સ્પાઈસજેટ પર થોડા સમયથી સુરક્ષાના કારણે ઘણા સવાલો ઉભા થયા હતા. ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. આ ઘટના સ્પાઇસજેટ નહી પણ ઇન્ડિગોની ફ્લાઇટમાં બની હતી. રવિવારે રાત્રે દિલ્હીથી વડોદરા જતી ફ્લાઈટમાં થઇ હતી. જેમાં એક સેકન્ડ માટે એન્જિનના વાઈબ્રેશનને કારણે ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી. મુસાફરોને સમસ્યા ન થાય તે માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "દિલ્હી અને વડોદરા વચ્ચે કાર્યરત ઈન્ડિગોની ફ્લાઇટ 6E-859ને 14 જુલાઈ, 2022ના રોજ જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી."પ્રવક્તાએ કહ્યું, 'પાયલટને રસ્તામાં એક ચેતવણી મેસેજ આપવામાં આવ્યો હતો. સાવચેતી રૂપે, પાયલટ વધુ તપાસ માટે એરક્રાફ્ટને જયપુર તરફ ડાયવર્ટ કર્યું હતુ. મુસાફરોને તેમની આગળની મુસાફરી માટે વૈકલ્પિક વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે DGCA કહ્યું કે, આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.આ પણ વાંચો: સ્પાઈસજેટમાં મુસાફરી જીવનું જોખમ : બે મહિનામાં 8 ઘટના છતા DGCA મૂકપ્રેક્ષક
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.