ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો, સોનું પણ થયું સસ્તુ
સરકારે જુલાઈની શરૂઆતમાં જ સોનાની આયત કિંમત પર 5 ટકાનો વધારો કર્યો હતો એ સમયથી સોના-ચાંદીની કિંમતોમાં લગાતાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગોલબલ માર્કેટમાં ચાલી રહેલ ઉતાર ચઢાવની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી હતી. ભારતીય બજારમાં સોનું સસ્તું થયું છે જ્યારે ચાંદીના ભાવમાં પણ ઘણો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર આજે સવારે 24 કેરેટ સોનાની કિંમત આજે 454 રૂપિયા ઘટીને 50,348 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પંહોચી છે. જો કે આજે સવારે સોનાની કિંમત 50,729 રૂપિયા હતી પછી માંગ ઘટતા સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો હતો. સોનાની ની કિંમતમાં ગઇકાલ કરતાં 0.89 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
સોનાની સાથે સાથે આજે ચાંદીના ભાવમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર આવે ચાંદીની કિંમત 126 રૂપિયાએ ઘટીને 54,909 રૂપિયાની સપાટીએ પંહોચી છે. જો કે દિવસની શરૂઆતમાં ચાંદીની કિંમત55,174રૂપિયા પ્રતિ કિલો હતી પણ એ પછી માંગ ઘટતા કિંમત 55 હજારથી પણ નીચે પંહોચી ગઈ હતી. ચાંદીની કિંમતમાં ગઇકાલ કરતાં 0.34 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ચાંદી તેની પાછલી બંધ કિંમત કરતાં 0.23 ટકા ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી થોડા દિવસો પહેલા 57 હજાર પર ચાલતી હતી પણ હાલ કિંમતમાં ઘરખમ ઘટાડો આવ્યો છે.
ગ્લોબલ માર્કેટમાં આજે સોના-ચાંદી બંનેની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન બજારમાં સોનાની કિંમત 1,708.51 ડોલર પ્રતિ ઔંસ રહી, જે તેની પાછલી બંધ કિંમત કરતાં 0.22 ટકા ઓછી હતી. આ સાથે જ ચાંદીની કિંમત પણ 18.31 ડોલર પ્રતિ ઔંસ હતી જે તેની પાછલી બંધ કિંમત કરતાં 0.85 ટકા ઓછી હતી.
અમેરિકામાં આ સમયે ઘણી મોટી આર્થિક ઘટનાઓ બની રહી છે એક તો ડોલર 20 વર્ષમાં સૌથી ઊંચી સપાટી પર પંહોચ્યો છે, જેના કારણે સોનાની કિંમતમાં દબાવ વધ્યો છે બીજી બાજુ મોંઘવારી 41 વર્ષમાં તેની ચરમસીમાએ પંહોચી છે સાથે જ ગ્લોબલ માર્કેટમાં રશિયા-યુક્રેન યુધ્ધને કારણે દબાવ બની રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.