કેન્દ્ર ડિજિટલ ન્યૂઝ મીડિયાની નોંધણીને નિયંત્રિત કરવા માટે બિલને ફરી પસાર કરશે: રિપોર્ટમાં આપી માહિતી
સરકાર ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ ફેરફારો સાથે રજિસ્ટ્રેશન ઑફ પ્રેસ એન્ડ પીરિયોડિકલ બિલ, 2019નો પ્રસ્તાવ મૂકશે. જેમાં આ વખતે ભારતના વિકસતા ડિજિટલ ન્યૂઝ મીડિયા ઉદ્યોગનો પણ સમાવેશ થશે, જે અત્યાર સુધી સરકારની નોંધણીના માળખાથી દૂર હતું.
આ નવો કાયદો વર્ષ 1867ના પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટનું સ્થાન લેશે. જે હાલમાં ભારતમાં છાપવામાં આવતા પ્રિન્ટીંગ પ્રેસ અને અખબારોનું નિયમન કરે છે.
આ બિલ ડિજિટલ ન્યૂઝ પોર્ટલને અખબારોની સમકક્ષ લાવશે અને અને તેઓએ ભારતમાં પ્રચલિત અખબારોના રજિસ્ટ્રારની સમકક્ષ પ્રેસ રજિસ્ટ્રાર જનરલ પાસે પોતાની નોંધણી કરાવવી પડશે, એમ અહેવાલમાં જણાવાયું છે.
હાલમાં, ડિજિટલ નવા માટે આવી કોઈ નોંધણી કરવામાં આવતી નથી.
વર્ષ 2019 માં, કેન્દ્રએ પ્રેસ અને સામયિકોની નોંધણીનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો જેમાં “ડિજિટલ મીડિયા પરના સમાચાર”ને “ડિજિટાઇઝ્ડ ફોર્મેટ”માં સમાચાર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જે ઇન્ટરનેટ, કમ્પ્યુટર અથવા મોબાઇલ નેટવર્ક્સ પર પ્રસારિત કરી શકાય છે અને તેમાં ટેક્સ્ટ, ઑડિઓ, વિડિયો અને ગ્રાફિક્સને પણ રજૂ કરી શકાય છે. કેન્દ્રના આ ડ્રાફ્ટ બિલે તે સમયે ચર્ચા જગાવી હતી અને ઘણા લોકોએ આરોપ લગાવ્યો હતો કે તે ડિજિટલ ન્યૂઝ મીડિયાને ‘નિયંત્રિત” કરવાનો પ્રયાસ કરાયો હતો.
જો કે, કેન્દ્રએ હવે તમામ મંત્રીઓ અને અન્ય હિસ્સેદારોની પરામર્શને આખરી ઓપ આપી દીધો છે. કાયદાને મંજૂરી માટે કેબિનેટમાં મોકલવામાં આવ્યો છે જેથી તેને વહેલી તકે સંસદમાં લઈ જઈ શકાય.
આ બિલ પુસ્તકોની નોંધણી અને તેની સાથે જોડાયેલ બાબતોને લગતી હાલની જોગવાઈઓને પણ દૂર કરશે, પુસ્તક પ્રકાશન ઉદ્યોગને નોંધપાત્ર રીતે મુક્ત કરશે. ડ્રાફ્ટમાં નોંધણીની જરૂરિયાતો અને નિયમોને ‘ગુનાહિતીકરણ’ અને સરળ બનાવવાનો પણ પ્રસ્તાવ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.