રાજકોટમાં પૈસાની ઉઘરાણી મામલે ખૂની હુમલામાં ઘવાયેલા યુવકનું મોત:બનાવ હત્યામાં પલટાયો
રાજકોટ,તા.15
મવડીના બાપા સીતારામ ચોક પાસે રિયલ પ્રાઈમ એપાર્ટમેન્ટ બી વિંગ ફ્લેટ નંબર-304માં રહેતા ચંદુભાઇ ભગવાનજીભાઇ કાકડીયા(પટેલ)(ઉ.વ. 63)એ ફરિયાદમાં હાર્દિકસિંહ જાડેજા અને દીપ લાઠીયાનું નામ આપતા તેની સામે કલમ 307, 326, 324, 323, 504,188 અને 114 હેઠળ કાર્યવાહી કરાઈ હતી.આ બનાવમાં મૌલિક ઉર્ફે ભોલાએ સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટયો હતો.
ચંદુભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બન્ને ભાઈઓ સાથે મળીને આજીડેમ ચોકડી પાસે દિનદયાળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં માટેલ કાસ્ટિંગ નામના કારખાનામાં ઈમીટેશનને લગતું કામકાજ કરે છે.મીત્ર મહેન્દ્રસિંહ જાડેજાની રેકડી એ હતો ત્યારે મારા નાના દિકરા નૈમીષનો મીત્ર ટીપુએ આવીને કહ્યું કે હું ભોલો ઉર્ફે મૌલિક ને લાગ્યુ છે અને વોકહાર્ટ હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ ગયા છીએ. બાદમાં ટીપુના બાઇક પાછળ બેસીને વોકહાર્ટ હોસ્પીટલના ઇમરજન્સી વિભાગમાં મારા દિકરાની સારવાર ચાલુ હતી અને તે બેભાન હાલતમાં હતો અને મારા દિકરા મૌલિકનો મીત્ર દિવ્યેશ ત્યાં હાજર હતો.
તેમણે મને કહેલ કે હું મારા કારખાને હતો ત્યારે મૌલિકનો ફોન આવેલ અને મને કહેલ કે મારી પાસે ગાડી નથી તુ મારા ઘરે આવ જેથી હું મારુ બાઇક લઇને ભોલાના ઘરે ગયા હતા અને ભોલા એ મને કહેલ કે આપણે બહાર ગામે કામ માટે જવુ છે.જેથી હું તેમજ ભોલો બંને મારું બાઇક લઇ ને ગામમાં જતા હતા ત્યારે હુ બાઇક ચલાવતો હતો અને ભોલો પાછળ બેઠો હતો અમો બંને રસ્તામાં હતા. ત્યારે ભોલા ના ફોનમાં કોઇનો ફોન આવેલ અને ભોલા એ વાત કરેલ બાદ મને કહેલ કે હાર્દિકસિંહ જાડેજાનો ફોન હતો તેમણે શિવ પાને આવવાનું કહ્યું હતું.અક્ષરમાર્ગ પાસે શીવ પાન આવેલ છે.ત્યા આવો તેમ કહ્યુ હતું.
જેથી હુ તથા ભોલો બંને શીવ પાન પાસે ગયા ત્યારે હાર્દિકસિંહ જાડેજા તથા દિપ લાઠીયા બંને એકસેસ જીજે.03.એમસી.0101 વાળુ લઇને આવેલ અને હાર્દિકસિંહ જાડેજા ભોલા પાસે આવી અને કહેવા લાગેલ કે મારે તને શેના રૂ.4000 આપવાના છે તેમ કહીને બોલાચાલી કરી છરી કાઢી ભોલા ને છાતીના ભાગે એક ઘા ઝીંકી તથા બીજો ઘા જમણા પગના ભાગે મારી દીધો હતો.
આથી હું વચ્ચે પડતા મને પણ ઢીકાપાટુનો માર મારમાર્યો તથા મે હાર્દિક ના હાથમાં રહેલ છરી છોડાવવા જતા દિપ લાઠીયા એ મને પકડી અને એકબાજુ ઘા કરી દીધેલ હતો તથા ભોલા ને માથાના ભાગે ઢીકાપાટુ મારવા લાગ્યા તથા હાર્દિકે ફરી તેને ડાબા હાથે કાંડાના ભાગે પણ છરીનો ઘા મારી દીધો હતો અને બનાવ સ્થળે માણસો ભેગા થતા આ બંને જણા પોતાનુ એકસેસ લઇને ભાગી ગયા હતા.ભોલા ને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
ગઈકાલે મોડી રાત્રે મૌલિક કુકડીયાનું સારવારમાં મોત નીપજ્યું હતું.આ બનાવમાં પીઆઇ ભૂકણ અને પીએસઆઈ મહેશ્વરી અને ટીમે આરોપી હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા(ઉ.વ.21)(રહે. પુજા એપાર્ટમેન્ટ ફલેટ નં.202,નાગેશ્વર મંદીર પાસે,પટેલ ચોક,જામનગર રોડ રાજકોટ) અને દીપ ભાવેશભાઇ લાઠીયા(ઉ.વ.25)(રહે.શીવમ-2 એપાર્ટમેન્ટ ફલેટ નં.302,ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં .41 ડો.યાજ્ઞીક રોડ,રાજકોટ)ની ધરપકડ કરી હતી.
બંને આરોપીઓમાંથી હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા એ.ડીવીઝન પોલીસમાં કાવતરું,અપહરણ,મારકુટ તેમજ માલવીયાનગરમાં બોગસ દસ્તાવેજને સાચા બતાવવા અંગેની ફરિયાદ તેમજ જૂનાગઢમાં પ્રોહી અંગેનો ગુન્હો અગાઉ નોંધાઈ ચુક્યો છે.બંનેને ઝડપી હત્યાની કલમનો ઉમેરો કરાયો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.