કોરોના સંક્રમણમાં વધારો ,અમદાવાદમાં એક મહિના બાદ કોરોનાથી એક મોત,૨૯૯ કેસ
અમદાવાદ,ગુરુવાર,14 જૂલાઈ,2022અમદાવાદ શહેરમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસમાં ૪૫ કેસનો
વધારો થતા નવા ૨૯૯ કેસ નોંધાયા હતા.એક મહિના બાદ કોરોના સંક્રમિત કોમોર્બિડ મહિલા
દર્દીનું મોત થવા પામ્યુ હતું.આજથી શહેરના ૮૦ અર્બન હેલ્થ સેન્ટર ઉપર ૧૮થી ૫૯ વયના
લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.૧૬ જુનના દિવસે અમદાવાદમાં કોરોનાથી દર્દીનું મોત થયુ
હતુ.એક મહિના બાદ શહેરના નવરંગપુરાના ૬૮ વર્ષના મહિલા કે જે કાર્સિનોમા લંગ્સની
બિમારી ધરાવતા હતા એ કોરોના સંક્રમિત થતા તેમનું સારવાર દરમિયાન મોત થવા પામ્યુ
હતું.ગુરુવારે શહેરમાં કોરોનાના ૩૦૬ દર્દી
સાજા થવા પામ્યા હતા.
માર્ચ-૨૦૨૦થી
અમદાવાદશહેર અને ગ્રામ્યમાં શરુ થયેલી કોરોના મહામારીના સમયથી અત્યાર
સુધીમાં કુલ ૩,૯૧,૯૩૭ કેસ નોંધાયા
છે.અત્યારસુધીમાં કુલ૩,૮૬,૫૭૫ લોકો
કોરોનામુકત થયા છે.કુલ ૩૬૨૧ લોકોના કોરોના સંક્રમિત થવાથી મોત થયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.