ઉંઝામાંથી વધુ એકવાર 2.30 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું - At This Time

ઉંઝામાંથી વધુ એકવાર 2.30 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું


ઊંઝા,તા.14ઊંઝામાં મહિના અગાઉ માલગોડાઉન વિસ્તારમાંથી ઝડપાયેલા ૩૦
લાખના એમડી ડ્રગ્સની શાહી સુકાઈ નથી ત્યાં ગઈકાલે વિસનગર રોડ ઉપર હેલીપેડ નજીક
એક્ટીવા સાથે ઉભેલા યુવક પાસે ૨.૩૦ લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાતાં નગરમાં ભારે
ચકચાર સાથે ટોક ઓફ ટાઉન બન્યું છે.

ઊંઝામાં વિસનગર રોડ ઉપર હેલીપેટ નજીક એક યુવાન ડ્રગનું
વેચાણ કરી રહ્યો હોવાની બાતમી આધારે ડીવાયએસપી એ.બી.વાળંદની રાહબરી હેઠળ પોલીસે
રેડ કરીને યુવકને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લઈ કરેલી પ્રાથમિક પૂછપરછમાં ૨૩ ગ્રામ
એમડી ડ્રગ્સનો જથ્થો હતો. સાથે સાથે એક્ટીવા તથા રોકડ રકમ સહિત કુલ રૃ.૨.૫૫ લાખનો
મુદ્દામાલ કબજે લઈ યુવક પિયુશ (કાળુ) વિષ્ણુભાઈ પટેલની ધરપકડ કરી હતી. આ સાથે તેના
અન્ય સાગરીત હિતેષ ઉર્ફે ફુલભાઈ નટવરલાલ પટેલ જે હાલમાં ફરાર છ.ે તેઓ બંને સંયુક્ત
ડ્રગના વેચાણનું કાર્ય કરતા હતા. અને બંને જણા પંદરેક દિવસ અગાઉ દિલ્હી જઈ
હરિયાણાના રહેવાસી નરેશ દુડી પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ખરીદ કર્યો હતો. ઉપરોક્ત
ફરાર બંને ઈસમોને પકડવા તેમજ આ ગુનામાં નાણાકીય વ્યવહાર કોના મારફતે થતો હતો .અને
કેસમાં  મુખ્ય સુત્રધાર કોણ અને અન્ય કેટલા
ઈસમો સંડોવાયેલા સહિત અનેક બાબતોએ સઘન તપાસ માટે તપાસકર્તા એસઓજી પીઆઈ રાઠોડે
આરોપીના ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સામે 
કેસની ગંભીરતાને લક્ષમાં રાખીને ઊંઝા નામદાર કોર્ટે આરોપી પિયુશ પટેલના
તા.૨૧-૭-૨૨ સુધી સાત દિવસના રિમાન્ડ મંજુર કરતાં પોલીસે તપાસનો ધમધમ શરૃ કર્યો છે.
ટૂંકાગાળામાં એમડી ડ્રગ્સનો બીજો કેસ થતાં ઊંઝા પંથકમાં એમડી ડ્રગ્સનો કારોબાર
લાંબા સમયથી ફુલ્યોફાલ્યો હોવાનું તેમજ કેટલાય આશાસ્પદ યુવાનો ભોગ બન્યા હોવાની
આશંકા પ્રવર્તી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.