તાવ મટાડવા દાદીએ અગરબત્તીના ડામ અપાવતા માસૂમ પૌત્રીનું મોત - At This Time

તાવ મટાડવા દાદીએ અગરબત્તીના ડામ અપાવતા માસૂમ પૌત્રીનું મોત


ભુજ,ગુરૃવાર૧૧ વર્ષની બીમાર બાળાને સાજી કરાવવા પેટ પર અગરબતીના ડામ અપાવ્યાના ચાર દિવસો બાદ બાળાનું મોત નિપજયુ છે. ગાંધીધામની બાળાને ભચાઉ તાલુકાના આાધોઈ નજીક દાદીએ ડામ અપાવ્યા બાદ બાળાની તબિયત વધુ બગડી હતી જેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી જયાં ગત રાત્રે સરકારી હોસ્પીટલમાં દમ તોડી દીધો હતો.આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ગાંધીધામ એરપોર્ટ ચોકડી પાસે આવેલી અંબાજી સોસાયટીમાં રહેતા રમેશભાઈ મોરવાડીયાની પુત્રી જિજ્ઞા જે ધોરણ ૫માં અભ્યાસ કરતી હતી. જિજ્ઞા છેલ્લા કેટલાક લાંબા સમયાથી બિમાર રહેતી હતી જેાથી પરિવારજનોએ સારવાર કરાવ્યા બાદ અંજારની હોસ્પીટલમાંથી નિદાનમાં બહાર આવ્યુ હતુ કે, જિજ્ઞાને 'પીળીયો તાવ' છે. આ દરમિયાન તેના દાદી જિજ્ઞાને ભચાઉ તાલુકાના આાધોઈ ગામે રહેતા સંબંધીના ઘરે લઈ ગયા હતા. કોઈ પરિચિતે જણાવ્યુ હતુ કે, અગરબતીના ડામ દેવાથી તાવ ઉતરી જશે જેાથી ત્યાં જિજ્ઞાના પેટ પર સળગતી અગરબતીના ચાર ડામ અપાવ્યા હતા. જો કે, ત્યારબાદ જિજ્ઞાની તબિયત વધુ બગડી હતી જેાથી ગત સોમવારે તેને રાજકોટ વધુ સારવાર આૃર્થે લઈ જવાઈ હતી જયાં ગત મોડી રાત્રિના તેનું મોત થયુ હતુ. દરમિયાન, એવુ જાણવા મળે છે કે, જિજ્ઞાને હદય, કિડની તેમજ લોહીની અન્ય ગંભીર બિમારી પણ હતી. આ બનાવ અંગે સામખીયાળી પોલીસે એક્સિડેન્ટલ ડેાથની નોંધ કરીને જિજ્ઞાના તબીબી તપાસ, નિદાનના રીપોર્ટસ મંગાવ્યા છે. ઉલ્લેખનિય છે કે, વિજ્ઞાનના આ યુગમાં અંધશ્રધૃધાના નિવારણ અર્થે જાથા સહિતની સંસૃથાઓ અનેકવિાધ કાર્યક્રમો ચલાવે છે આમ છતા આજે પણ લોકોના મનના ખાણે ખુંચે અંધશ્રધૃધા ઉભરાય છે. ગાંધીધામની બાળાના કિસ્સામાં પણ આખરે મોત મળ્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.