GS Conclave : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડનગરથી વર્લ્ડ લીડર સુધીની ૫ડકારજનક સફર
- યુવાનીમાં ઘર ત્યાગથી લઈ સમગ્ર દેશની યાત્રાએ જેનું ઘડતર કર્યું છે- એક સમયે વિઝા નહી આપનાર અમેરિકાના ઓબામા, ટ્રમ્પ કે બાઈડેન દરેક સાથે મોદીના સંબંધની વિશેષ કેમેસ્ટ્રી છેઅમદાવાદ,તા.15 જુલાઈ 2022.શુક્રવારગુજરાત સમાચાર, GSTV અને એકમાત્ર ગુજરાતી મ્યુઝીક મોબાઈલ એપ જલસો આયોજિત કોન્કલેવમાં દેશ અને વિશ્વના વિકાસના ભૂતકાળ અને વર્તમાન સાથે ભવિષ્યની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા પહેલા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો સમય સત્તારૂઢ રહેલા અને હાલ દેશના વડાપ્રધાન તરીકે બીજી ટર્મમાં રહેલા નરેન્દ્ર મોદી અંગે એક વિશેષ ઓડિયો વિઝયુઅલ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ વડનગરમાં જન્મ પછી વિશ્વ ફલક સુધી પોતાની સફળતાની રાહ પોતે જ નક્કી કરનાર નરેન્દ્ર મોદીના બચપણ અને સક્રિય રાજકારણ પહેલાની ક્યારેય નહી જોયેલી તસ્વીરો પણ સામેલ કરવામાં આવી હતી.લગભગ છ મિનીટ લાંબી આ ફિલ્મ બાદ ઉપસ્થિત મહાનુભાવો તેને જોઈ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. તાળીઓના ગડગડાટથી તેનું નિદર્શન વધાવી લીધું હતું જાણે ખુદ વિચક્ષણ રાજકીય નેતા કાર્યક્રમમાં હાજર હોય એવો ભાસ લોકોને થયો હતો!વડનગરમાંથી યુવાનીમાં ઘરનો ત્યાગ કરી પોતાની રાહ ઉપર નીકળી પડેલા યુવાન નરેન્દ્રથી વિશ્વફલક ઉપર પોતનો અને ભારતનો ડંકો વગાડનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક સફરની ઝાંકીમાં શરૂઆતમાં આરએસએસ પ્રતીબદ્ધ સેવક તરીકેથી સમગ્ર ભારતની યાત્રા, ભારતીય સમાજ જીવનની ઓળખ અને કટોકટી કાળ અંગેની વાત અ ફિલ્મમાં રજૂ થઇ હતી. આ પછી સતત પ્રવાસ, ભારે સંઘર્ષ વચ્ચે ગુજરાતના ગામે ગામ ખૂંદી નાખી સંગઠન માટે તેમનો પરિશ્રમ, ભારતીય રાજકારણમાં ભાંખોડીયા ભરતા ભાજપને દેશભરમાં ભોંય કેળવવી હતી. મોદી આ કવાયતમાં પડદા પાછળ કામ કરતા મહત્વના વ્યક્તિ હતા.જો કે નરેન્દ્ર ભાઇની મહત્વાંકાક્ષા પણ હંમેશા લાર્જર ધેન લાઇફ રહી. મુરલી મનોહર જોશીએ કન્યાકુમારી શ્રીનગર સુધી એકતા યાત્રામાં તેમની ભૂમિકા અને દેશમાં ભાજપ શાસિત રાજ્ય તરીકે ૧૯૯૫ની સફળતાના ત્રણ શિલ્પીઓમાં એક એવા નરેન્દ્રભાઈ વિષે વાત રજૂ કરવામાં આવી છે. દરેક પડકારને અવસરમાં કેવી રીતે બદલવો તેનો પ્રથમ પરિચય તેમણે ગુજરાતની સત્તાની ધુરા ૨૦૦૧ના ગુજરાતના વિનાશક ભૂકંપ પછી આપ્યો. કેશુભાઈ પટેલની હાલકડોલક થઇ રહેલી સરકારની કમાન નરેન્દ્ર મોદીએ લઈ લીધી..પણ સત્તા સંભાળ્યાના તરત બાદ ગોધરાકાંડ થયો, વિરોધીઓ તૂટી પડયા.પણ આપત્તીને અવસરમાં પલટવાની કાબેલિયત આ વ્યક્તિના ડીએનએમાં હતી, અને ગોધરાકાંડ એમના માટે આવતીકાલના ભવિષ્યનો ધજાદંડ બની રહ્યો. રાજ્યના સિમાડા તો એમને નાના જ પડતા હતા, અને એટલે જ દેશમાં પ્રયાણના મંડાણની શરૂઆત થઈ, વર્ષ ૨૦૧૪માં મોદીનું બુલડોઝર આખા દેશમાં ફરી વળ્યું.નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા ત્યારે એ દેશની સાથે વિદેશમાં જોવાના પણ પાવરધા હતા, અને એટલે જ ૨૬ મે ૨૦૧૪ના દિવસે એમની સોગંદવિધીના સાક્ષી બન્યા સાર્ક સંગઠનમાં બધા જ પાડોશી દેશના વડાઓની હાજર ઉડીને આંખે વળગી હતી. નરેન્દ્ર મોદીએ પીએમ બન્યા પછી વિદેશનીતિ પર ખાસ્સુ જોર આપ્યુ, અત્યાર સુધીમાં ૬૪ યાત્રામાં ૬૩ દેશોની મુલાકાત મોદી લઈ ચુક્યા છે.પછી બ્રાઝીલ, નેપાળ, જાપાન અને ૨૦૦૪માં વિઝા આપવા માટે ઈન્કાર કરી ચુકેલા અમેરીકાનો પ્રવાસ. સંયુક્ત રાષ્ટ્રમાં લીધેલો ભાગ કેન્દ્ર સ્થાને રહ્યો હતો, ઓબામા સાથે મોદીની મુલાકાતે એક અલગ જ કેમેસ્ટ્રી રચી હતી. એ બે નેતાઓ કરતા બે મિત્રોની મુલાકાત જેવી બની. પહેલીવાર અમેરિકા સાથે ભારતની મૈત્રી આટલી ઉષ્માપૂર્ણ લાગી. એ પછીઓબામા ભારત આવ્યા ત્યારે પણ આ દોસ્તીને ચાર ચાંદ લાગ્યા.. તો પાડોશી દેશના તત્કાલીન પીએમ નવાઝ શરીફના પરીવારમાં લગ્નમાં મોદીએ સરપ્રાઇઝ વિઝિટ કરીને દુનિયાને ચોંકાવી દીધી. આવી અનેક મુલાકાતોની સાથે દુનિયાએ શી જીનપીંગને અમદાવાદમાં રિવરફ્રંટ ખાતે બોલાવ્યા, ઈઝરાયેલના નેતન્યાહુ, અમેરીકાના ઓબામાથી લઈ ડોનાલ્ડ ટ્રંપ, બ્રિટેનના બોરીસ જ્હોન્સન, જાપાનના શીંઝો આબે.. દેશનો વડો માત્ર પાટનગર જ આવે એવો વણલખ્યો પ્રોટોકોલ નરેન્દ્રભાઈએ ભૂંસી નાખ્યો છે. પોતે વિદેશી પ્રવાસે જયારે ત્યારે આવા જ પ્રોટોકોલને અવગણીને ભારતીય સમુદાયને મળવું, સંબોધન કરવું કે જાપાનમાં બુલેટ ટ્રેનની સફર કરી દરેક ભારતીયના સપનામાં અમદાવાદ - મુંબઈ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના અંકુર તેમણે રોપ્યા છે!અમેરીકામાં ઓબામાથી લઈ જો બાઈડેન સુધી એમના સંબંધો અકબંધ રહ્યા છે. જી સેવનની બેઠકો હોય કે યુએનની મહાસભા... બ્રિક્સ દેશોની બેઠક કે કવાડ દેશોની સમિટ.. વૈશ્વિક સ્તરના આ દરેક મંચ પર મોદી હંમેશા સેન્ટર સ્ટેજ પર રહ્યા છે.. તાજેતરની જી સેવન બેઠકમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડન સામે ચાલીને મોદીને મળ્યા હતા. આ દ્રશ્યો મોદીના વધેલા વૈશ્વિક કદના સાક્ષી બન્યા હતા. મોદી હવે વલ્ડલીડર તરીકેની ઓળખ મેળવી ચૂક્યા છે. મોદી હવે વલ્ડલીડર તરીકેની ઓળખ મેળવી ચૂક્યા છે. ગુજરાત ગમે તે કહેદેશ ગમે તે કહેદુનિયા ગમે તે કહે પણ...આ વ્યક્તિને કોઈક અલૌકીક શક્તિ ઉજાળી રહી છે એવું પ્રતિપાદીત થયા વિના રહેતું નથી. મોદીની પ્રતિભા અને અભિગમને તેમની જ કવિતાની પંક્તિઓમાં કહીએ તો....હું પડકાર ઝીલનારો માણસ છુ..હું તેજ ઉછીનું લઉ નહી, હું જાતે બળતું ફાનસ છું.ઝળહળાનો મોહતાજ નથીમને મારૂ અજવાળું પુરતું છેહું પોતે જ મારો વંશજ છુંહું પોતે જ મારો વારસ છું પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ...હું પડકાર ઝીલનારો માણસ છુ..પ્રારબ્ધને પરસેવે ઘડનાર વડનગરના એ સંન્યાસીનો સંસાર હવે આખું વિશ્વ બની ચુક્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.