GS Conclave : છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે
- વસુધૈવ કુટુમ્બકમ : ગુજરાતીઓએ દરેક પરપ્રાંતીયને આવકાર્યા, દુનિયાના દરેક ખૂણે વસવાટ કર્યો - ગુજરાત આજે ફાર્મા અને કેમિકલ્સ, ટેક્સટાઈલ્સ અને ડેનીમ,ઓટોમોબાઈલ્સ અને ઓટો પાર્ટસ, પેટ્રોલીયમ અને પેટ્રોકેમીકલ્સ... ગુજરાત દરેક ક્ષેત્રે દેશ અને દુનિયમાં અગ્રણી અમદાવાદ : ગુજરાત સમાચાર આયોજિત કોન્કલેવમાં ગુજરાત રાજ્યના આર્થિક વિકાસ ઉપર એક રસપ્રદ ફિલ્મનું નિદર્શન થયું હતું જેમાં છેલ્લા વીસ વર્ષમાં ગુજરાત રાજ્યએ અર્થતંત્ર અને સામાજિક વિકાસ ક્ષેત્રે ભરેલી હરણફાળની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની પ્રજાએ બહારથી આવતા લોકોને હંમેશા આવકાર આપ્યો છે એવી જ રીતે દુનિયાના ખૂણે-ખૂણે વસવાટ કરી ત્યાં પોતાનું ઘર બનાવ્યું છે. આ રીતે વસુધૈવ કુટુમ્બકમની વાત ક્ષણે ક્ષણે જીવી ગુજરાતે એક અનેરું ઉદાહરણ આપ્યું છે. છેલ્લા વીસ વર્ષમાં નરેન્દ્ર મોદીએ વિકાસ મંત્ર સાથે વિકાસની ગતિને વધારે વેગવંતી બનાવી છે. ગુજરાત આજે દેશ અને દુનિયામાં સામાજિક, આર્થિક અને ગવર્નનન્સનું રોલ મોડેલ છે. અનાજ હોય કે પછી ઔદ્યોગિક ઉત્પાદન. સિંચાઈ હોય કે પછી સ્કીલ ડેવલપમેન્ટ, આરોગ્ય કે અર્બન ડેવલપમેન્ટ... ગ્રામ્ય આજીવિકા, આદિવાસી જનજાતિ કે પશુપાલન ગુજરાતે દરેક માપદંડમાં હરણફાળ ભરી છે. ફાર્મા અને કેમિકલ્સ, ટેક્સટાઈલ્સ અને ડેનીમ, ઓટોમોબાઈલ્સ અને ઓટો પાર્ટસ, પેટ્રોલીયમઅને પેટ્રોકેમીકલ્સ... ગુજરાત દરેક ક્ષેત્રે દેશ અને દુનિયમાં અગ્રણી રહ્યું છે.વિકાસના બે દાયકામાં રાજ્યનું અનાજનું ઉત્પાદન ચાર ગણું વધી ૮૩.૨૫ લાખ ટન, ઔદ્યોગિક ઉત્પાદન રૂ.૧.૨૭ લાખ કરોડથી વધી રૂ.૧૬.૧૯ લાખ કરોડ - એટલે કે બાર ગણી વૃદ્ધિ! દેશના અર્થતંત્રમાં MSMEનો સિંહફાળો છે. ગુજરાતમાં MSMEની સંખ્યા વિકાસના બે દાયકામાં ત્રણ ગણી વધી છે. દેશની ત્રીજા ભાગની નિકાસ ગુજરાતના બંદરો ઉપરથી થાય છે. દેશના સૌથી વધુ નિકાસ કરતા જીલ્લાઓમાં ગુજરાતનું જામનગર સૌથી મોખરે છે! ગુજરાત રાજ્યએ શ્વેતક્રાંતિમાં દૂધનું ઉત્પાદન ત્રણ ગણું વધારી ૧૫૮.૫ લાખ ટન પહોંચાડી અમૂલ્ય યોગદાન આપ્યું છે. વીજળીનું ઉત્પાદન પાંચ ગણું વધી ૪૦,૧૩૫ મેગાવોટ થતા અંધકાર ઉપર વિજય મેળવી ૨૪ કલાક ઉજાસ પાથર્યો છે. ગ્રીન એનર્જીનું ઉત્પાદન તો સેંકડો ગણું વધી ૧૬,૫૮૮ મેગાવોટ થયું છે.નર્મદાનું ૬૯,૦૦૦ કિલોમીટરલાંબુ કેનાલ નેટવર્ક, ૧.૨૦ લાખ કિલોમીટર લાંબી જળવિતરણ પાઈપલાઈન સાથે રાજ્યના૯૫ ટકા ઘરોમાં નળથી જળ પહોચતું થયું છે! સરકારી શાળાઓમાં સ્માર્ટ અને ડીજીટલ શિક્ષણ, ૧૦૩ યુનિવર્સિટી, ૩૧૧૭ કોલેજ, ૫૦૩ પ્રોફેશનલ કોલેજ, ૧૩૩ એન્જીનીયરીંગ કોલેજ, દરેક જીલ્લામાં એક મેડીકલ કોલેજ થકી આગામી પેઢી તૈયાર થઇ રહી છે. સ્ટેચ્યુઓફ યુનિટી, સાબરમતી રીવરફ્રન્ટ કે પછી નડાબેટ સીમા દર્શનરાજ્ય પ્રવાસન માટે હવે ગ્લોબલ ડેસ્ટીનેશન ઉભા કર્યા છેગુજરાતની નવી પેઢી પણ પાછળ નથી, વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે સ્ટાર્ટ-અપ ઇકોસીસ્ટમમાં મૌલિક વિચારો, પ્રોડક્ટ અને સેવાઓ સાથે લવરમૂછીયા આગળ વધી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશના સ્ટાર્ટ-અપ રેકિંગમાં ગુજરાત નંબર વન છે.રત્નાકરથી ઘેરાયેલું ગુજરાત આ પ્રગતિથી ખુશ છે, બુલંદીઓ પર છે તેના માટે ધન્ય છે ગુજરાતની પ્રજા ને, ધન્ય છે ગુજરાતને. જય જય ગરવી ગુજરાત!
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.